જુલાઈના પહેલા સપ્તાહમાં રજૂ થઈ શકે છે મોદી સરકારનુ પહેલુ બજેટ
નવી દિલ્હી, તા.30 મે 2019, ગુરૂવાર
ફરી એક વખત પૂર્ણ બહુમતિ સાથે સત્તા પર આવનાર મોદી સરકારનુ પહેલુ પૂર્ણ બજેટ જુલાઈ માસના પહેલા સપ્તાહમાં રજૂ થાય તેવી શક્યતાઓ છે.
જોકે સરકાર તરફથી હજી સુધી કોઈ તારીખ જાહેર કરાઈ નથી પણ સૂત્રોના કહેવા પ્રમાણે જુલાઈના પહેલા સપ્તાહમાં બજેટ થશે અને તેમાં ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહી થાય. સાથે સાથે ડાયરેક્ટ ટેક્સમાં પણ કોઈ બદલાવ થવાની શક્યતા દેખાતી નથી.
સરકારની ટેક્સ કલેક્શનની આવક ધાર્યા પ્રમાણે નહી હોવાથી ટેક્સમાં રાહત આપવામાં સરકાર ખચકાઈ રહી છે. સરકાર ડાયરેક્ટ ટેક્સના નિયમોમાં પણ સુધારા કરવા માટે જલ્દીમાં નથી. જોકે ટેક્સ સિવાય આમ આદમીને રાહત આપવા માટે બીજા પગલા લેવાઈ શકે છે.
આ પહેલા મોદી સરકારે ફેબ્રુઆરીમાં વચગાળાનુ બજેટ રજૂ કર્યુ ત્યારે પાંચ લાખ સુધીની આવક પર ઝીરો ટેક્સની જાહેરાત કરીને લોકોને રાહત આપી હતી. જોકે હવે ઉદ્યોગ તેમજ વેપારી જગત સાથે આખા દેશને મોદી સરકારની બીજી ઈનિંગના પહેલા બજેટમાં શું જાહેરાતો થશે તેની ઈંતેઝારી છે.