Get The App

મોદી સરકારનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન કાયદામાં ફેરફાર કર્યો, ઉપરાજ્યપાલની સત્તા વધી

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
મોદી સરકારનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન કાયદામાં ફેરફાર કર્યો, ઉપરાજ્યપાલની સત્તા વધી 1 - image


Image: Facebook

Modi Government: મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને લઈને મોટો નિર્ણય લીધો છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં સરકારે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની શક્તિ વધારી દીધી છે. જમ્મુ-કાશ્મીરમાં થોડા સમય બાદ વિધાનસભા ચૂંટણી થવાની છે. તે પહેલા મોદી સરકારે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019ની કલમ 55માં સુધારો કર્યો છે. તે બાદ અધિકારીઓના ટ્રાન્સફર પોસ્ટિંગનો અધિકાર ઉપરાજ્યપાલની પાસે થશે.

આ સુધારાથી પોલીસ અને જાહેર વ્યવસ્થાથી સંબંધિત મામલામાં ઉપરાજ્યપાલની શક્તિ વધી જશે. તેમના કામ કરવાનો વિસ્તાર પણ વધી જશે. લગભગ તમામ ક્ષેત્રોમાં તેમને તે તમામ અધિકાર મળી જશે, જેમાં નાણા વિભાગની પૂર્વ સંમતિની જરૂર હોય છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સૂચના જારી કરીને તેની જાણકારી આપી છે. જેમાં LGને વધુ શક્તિ આપતાં નિયમ જોડવામાં આવ્યા છે. 

જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમમાં સુધારો

જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમમાં સંશોધન બાદ પોલીસ, પબ્લિક ઓર્ડર, ઓલ ઈન્ડિયા સર્વિસ અને એન્ટી કરપ્શન બ્યૂરો સંબંધિત પ્રસ્તાવો પર નાણા વિભાગની સંમતિ વિના નિર્ણય લેવાનો અધિકાર ઉપરાજ્યપાલની પાસે રહેશે. 

અધિનિયમમાં સામેલ કરવામાં આવી નવી કલમો

42A- ડિપાર્ટમેન્ટ ઓફ લો, ન્યાય અને સંસદીય બાબતોના વિભાગોમાં વકીલ-એડવોકેટ જનરલ અને અન્ય અધિકારીઓની નિમણૂકના પ્રસ્તાવને મુખ્ય સચિવ અને સીએમ દ્વારા ઉપરાજ્યપાલની સમક્ષ રજૂ કરવામાં આવશે. 42B- કાર્યવાહીની મંજૂરી આપવા કે અસ્વીકાર કરવા કે અપીલ દાખલ કરવાના સંબંધમાં કોઈ પણ દરખાસ્ત કાયદા વિભાગ દ્વારા મુખ્ય સચિવના માધ્યમથી ઉપરાજ્યપાલની સમક્ષ મૂકવામાં આવશે. 

ઉમર અબ્દુલ્લાએ નિર્ણય પર ઉઠાવ્યા સવાલ

મોદી સરકારના આ નિર્ણય પર નેશનલ કોન્ફરન્સના ઉપ પ્રમુખ ઉમર અબ્દુલ્લાએ સવાલ ઉઠાવ્યા છે. જમ્મુ કાશ્મીરના ઉપ રાજ્યપાલને વધુ શક્તિઓ આપવા પર તેમણે કહ્યું કે હવે નાનીથી નાની નિમણૂક માટે ભીખ માગવી પડશે નહીં. જમ્મુ-કાશ્મીરને રબર સ્ટેમ્પ મુખ્યમંત્રી જોઈએ નહીં. જમ્મુ-કાશ્મીરના લોકો શ્રેષ્ઠ સીએમના હકદાર છે.


Google NewsGoogle News