રામમંદિરના ઉદઘાટન પહેલાં મીડિયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે કેન્દ્ર સરકારની એડવાઈઝરી

રામમંદિરને લગતી કોઈપણ ભ્રામક માહિતી શેર કે પ્રકાશિત કરતાં પહેલાં કેન્દ્ર સરકારે સાવચેત રહેવા આપી સલાહ

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
રામમંદિરના ઉદઘાટન પહેલાં મીડિયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે કેન્દ્ર સરકારની એડવાઈઝરી 1 - image


Modi Government issued advisory to media for Ram Temple event |  અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે. દરમિયાન એક અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારે એડવાઈઝરી પણ જાહેર કરતાં મીડિયા સંસ્થાનો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને રામમંદિરના કાર્યક્રમો સંબંધિત જુઠ્ઠાં અને હેરફેર કરાયેલા અહેવાલોને પ્રકાશિત કરતાં બચવાની સલાહ આપી છે. 

શું છે એડવાઈઝરીમાં?  

માહિતી અને પ્રસારણ મંત્રાલય વતી જાહેર કરાયેલી એડવાઈઝરીમાં જણાવાયું છે કે સોશિયલ મીડિયા પર અમુક જુઠ્ઠાં, ભડકાઉ અને ફેક મેસેજ ફેલાવાઈ રહ્યા છે જે કોમી સદભાવના અને જાહેર વ્યવસ્થાને બગાડી શકે છે. અયોધ્યામાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ થશે જેમાં પીએમ મોદી સહિત અનેક હસ્તીઓ સામેલ થશે. 

હાલમાં આ પ્રકારના અહેવાલો ફેક હોવાનો દાવો!  

ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે રામમંદિરનું ઉદઘાટન પણ થઈ રહ્યું છે. આ મહોત્સવથી પહેલા વીઆઈપી ટિકિટ, રામમંદિર પ્રસાદ આપવાનો દાવો કરતાં અનેક ફેક લિંક સોશિયલ મીડિયા પર દેખાઈ રહ્યા છે. ઈ-કોમર્સ કંપનીને પણ અયોધ્યા રામમંદિર પ્રસાદનું લિસ્ટિંગ હટાવવા માટે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા ઓથોરિટી દ્વારા નોટિસ મોકલાઈ હતી. 

વીઆઈપી ટિકિટને લગતો મેસેજ પણ ફેક

થોડા દિવસ પહેલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે તત્કાળ વીઆઈપી ટિકિટનો દાવો કરતો નકલી ક્યૂઆર કોડવાળો એક વોટ્સએપ મેસેજ વાયરલ થયો હતો. જેના પછી મંદિર ટ્રસ્ટે સ્પષ્ટતા કરી હતી કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આમંત્રણ માટે ટ્રસ્ટે જાતે જ પસંદગીના મહેમાનોને જ આમંત્રણ મોકલ્યા છે. 

રામમંદિરના ઉદઘાટન પહેલાં મીડિયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે કેન્દ્ર સરકારની એડવાઈઝરી 2 - image


Google NewsGoogle News