કેન્દ્ર સરકારે 24 એપ્રિલે બોલાવી સર્વદળીય બેઠક, રાજનાથ સિંહ કરી શકે છે અધ્યક્ષતા
Pahalgam Terrerist Attack: પહલગામ આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં છે. જ્યાં આ મુદ્દે મહત્ત્વની ચર્ચા માટે કેન્દ્ર સરકારે ગુરૂવારે (24 એપ્રિલ) એક સર્વદળીય બેઠક બોલાવી છે. સરકારી સૂત્રોના અનુસાર, આ મહત્ત્વની બેઠકની અધ્યક્ષતા રક્ષા મંત્રી રાજનાથ સિંહ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં પહલગામ હુમલાથી જોડાયેલા મુદ્દાઓ, જેવા હાલની સુરક્ષા સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી શકે છે. જો કે, સરકાર તરફથી હજુ સુધી આ બેઠકને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીરમાં મંગળવારે આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા હતા. આ હુમલાથી આખો દેશ હચમચી ગયો છે. તેવામાં કેન્દ્ર સરકાર સતત આતંક પર સકંજો કસવા અને આ હુમલાની જવાબી કાર્યવાહી માટે પોતાની રણનીતિ તૈયાર કરી રહી છે.
CCS બેઠકમાં લેવાયા મહત્ત્વના નિર્ણય
આતંકવાદી હુમલાની જવાબી કાર્યવાહી માટે બુધવારે પીએમ આવાસ પર કેબિનેટ સમિતિની (CCS) બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેટલાક મોટા નિર્ણય લેવાયા છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને તેની માહિતી આપી છે.