Get The App

તેજસ ફાઇટર વિમાનમાં મોદીએ ભરી હતી ઉડાણ જાણો કોને હતો દુર્ઘટનાગ્રસ્ત થવાનો ડર ?

મમતા બેનરજીની પાર્ટી તુણમુલ કોંગ્રેસના નેતા શાંતનું સેનનું વિવાદાસ્પદ નિવેદન

તેજસ ફાઇટર ભારતની ક્ષમતાઓ અંગેના અતૂટ વિશ્વાસ સમાન

Updated: Nov 27th, 2023


Google NewsGoogle News


તેજસ ફાઇટર વિમાનમાં મોદીએ ભરી હતી ઉડાણ  જાણો કોને હતો દુર્ઘટનાગ્રસ્ત થવાનો ડર ? 1 - image

નવી દિલ્હી,૨૭ નવેમ્બર,૨૦૨૩,સોમવાર 

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશી બનાવટના ફાઇટર વિમાન તેજસમાં ઉડાણ ભરીને ધ્યાન ખેંચ્યું હતું. પીએમ મોદીએ તેજસમાં ઉડાણ ભરવાના અનુભવને અદભૂત ગણાવ્યો હતો. બંગાલુરુમાં ઉડાણ ભર્યા પછી તેમણે તેજસ ફાઇટરને ભારતની ક્ષમતાઓ અંગેના અતૂટ વિશ્વાસ સાથે સરખાવ્યું હતું.  આ અંગે સોશિયલ મીડિયામાં પણ ફોટા વાયરલ થયા હતા. 

પીએમ એ તેજસ વિમાનમાં કરેલી મુસાફરીને લઇને મમતા બેનરજીની પાર્ટી તુણમુલ કોંગ્રેસના નેતા શાંતનું સેને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સેનના જણાવ્યા અનુસાર પોતાને એ ડર હતો કે જે વિમાનમાં પીએમ મોદીએ ઉડાણ ભરી હતી તે થોડાક સમયમાં જ દુર્ઘટનાગ્રસ્ત થઇ જશે.

એક સમાચાર એજન્સીની વિગત મુજબ સેને ઇસરોની નિષ્ફળતા,કંગના રનોતની સુપર ફલોપ ફિલ્મ, ક્રિકેટ વિશ્વકપમાં ભારતની હાર વગેરે ઉદાહરણો પણ ટાંકયા હતા. સેનનો ઇશારો પીએમની હાજરી હોય ત્યાં નિષ્ફળતા મળે છે એવો હતો. જો કે તેજસની દુર્ઘટનાને લઇને કરેલી ટીપ્પણી ખૂબજ આપત્તિજનક ગણવામાં આવી રહી છે. આ પ્રકારના કટાક્ષને લઇને ટીએમસી તરફથી કોઇ જ ખુલાસો કરવામાં આવ્યો નથી.



Google NewsGoogle News