મોદી 3.0માં એક પણ મુસ્લિમ મંત્રી નહીં, તો જાણો કોણ છે મંત્રીમંડળમાં સ્થાન મેળવનારા પાંચ લઘુમતી નેતા

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
મોદી 3.0માં એક પણ મુસ્લિમ મંત્રી નહીં, તો જાણો કોણ છે મંત્રીમંડળમાં સ્થાન મેળવનારા પાંચ લઘુમતી નેતા 1 - image


Modi Cabinet Without Muslim Minister: નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈને ઈતિહાસ રચ્યો છે. પીએમ મોદી સત્તાની હેટ્રિક હાંસલ કરનાર ભાજપના પહેલા અને દેશના બીજા વડાપ્રધાન છે. રવિવારે નરેન્દ્ર મોદીની સાથે 71 અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા હતા. જેમાં મોદી સરકારની કેબિનેટમાં એક પણ મુસ્લિમ ચહેરાને સ્થાન મળ્યું નથી. આઝાદી પછીની આ પહેલી કેબિનેટ છે જેમાં એક પણ મુસ્લિમને કેન્દ્ર સરકારમાં સ્થાન મળ્યું નથી. 

2014માં નરેન્દ્ર મોદીના કેબિનેટમાં ત્રણ મુસ્લિમ મંત્રીઓ હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં છેલ્લા મુસ્લિમ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી હતા. 2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર બની અને પ્રથમ કાર્યકાળમાં નજમા હેપતુલ્લા, એમજે અકબર અને મુખ્તાર અબ્બાસ નકવીના એમ ત્રણ મુસ્લિમ મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું. 

નજમા હેપતુલ્લા કેન્દ્રમાં કેબિનેટ મંત્રી બન્યા, જ્યારે એમજે અકબર અને નકવી રાજ્ય મંત્રી હતા. 2019માં, મુખ્તાર અબ્બાસ નકવીને ફરીથી કેબિનેટમાં સ્થાન મળ્યું, પરંતુ 2022માં રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થયા પછી, નકવીએ મંત્રી પદ છોડી દીધું. ત્યારપછી કેન્દ્ર સરકારમાં કોઈ મુસ્લિમને સામેલ કરવામાં આવ્યા નથી. 

કેન્દ્ર સરકારમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્ત્વ કેમ ઘટ્યું?

એક સમયે બીજેપીમાં સિકંદર બખ્ત, આરિફ બેગ, મુખ્તાર અબ્બાસ અને શાહનવાઝ હુસૈન જેવા મુસ્લિમ નેતાઓનું વર્ચસ્વ હતું. આરિફ બેગ સિવાયના બધા નેતા અટલ બિહારી વાજપેયીના નેતૃત્વની સરકારમાં મંત્રી રહી ચૂકયા છે. જયારે 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તો નજમા હેપતુલ્લા કેબિનેટ મંત્રી બન્યા અને મુખ્તાર અબ્બાસ નકવી રાજ્ય મંત્રી બન્યા હતા. 

આ પછી કેબિનેટ વિસ્તરણમાં એમ જે અકબરને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. આમ તો મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં ત્રણ મુસ્લિમ હતા, પરંતુ આ જ કાર્યકાળમાં Me Too અભિયાનના નિશાના બનેલા અકબરને કેબિનેટમાંથી રાજીનામું આપવું પડ્યું હતું, ત્યારબાદ હેપતુલ્લાના રાજ્યપાલ બન્યા બાદ કેબિનેટમાં નકવી એકમાત્ર મુસ્લિમ મંત્રી રહ્યા હતા. 

વર્ષ 2019માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજી વાર સરકાર બની ત્યારે મુખ્તાર અબ્બાસ નકવીને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું. જુલાઈ 2022માં નકવીનો રાજ્યસભામાં લઘુમતી કલ્યાણ પ્રધાન તરીકેનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ પાર્ટીએ તેમને રાજ્યસભામાં ન મોકલ્યા.

જેના કારણે તેમણે મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું અને આ સાથે મોદી કેબિનેટમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ ગયું. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે કેન્દ્ર સરકારમાં કોઈ મુસ્લિમ મંત્રી નથી.

આ કેબિનેટમાં પાંચ લઘુમતી સમુદાયના મંત્રીઓને સ્થાન

હવે જયારે દેશમાં ત્રીજીવાર મોદી સરકાર બની છે ત્યારે તેમાં પાંચ લઘુમતી સમુદાયના મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કિરણ રિજિજૂ અને હરદીપ પુરી કેબિનેટ મંત્રી છે. રવનીત સિંહ બિટ્ટૂ, જોર્જ કુરિયન અને રામદાસ અઠાવલે રાજ્ય મંત્રી છે. રિજિજૂ અને કુરિયન ખ્રિસ્તી સમુદાયમાંથી આવે છે. તો હરદીપ પુરી અને બિટ્ટૂ શીખ સમુદાયથી છે. રામદાસ અઠાવલે બૌદ્ધ ધર્મના છે. આમાં આ કેબિનેટમાં કોઈ મુસ્લિમ મંત્રી નથી. 

મુસ્લિમ નેતાને સફળતા ન મળી 

બીજેપીએ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં અલગ અલગ બેઠક પર સાત મુસ્લિમોને ટિકિટ આપી હતી. પરંતુ તેમાંથી કોઈપણ મુસ્લિમ નેતાને સફળતા મળી ન હતી. ત્યારબાદ વર્ષ 2019ની લીક્સભા ચૂંટણીમાં છ મુસ્લિમોને ટિકિટ આપી હતી પરંતુ તેમને પણ સફળતા ન મળી. તેમજ આ વર્ષે પણ બીજેપીએ કેરળની મલપ્પુરમ બેઠક પરથી અબ્દુલ સલામને ટિકિટ આપી હતી, પરતું તે પણ હારી ગયા. 

NDAમાં કોઈ મુસ્લિમ ચૂંટણી જીતી શકતા નથી 

માત્ર એનડીએ જ નહિ પરંતુ ઈન્ડિયા ગથ્બંધના પણ મુસ્લિમોને ટિકિટ આપવામાં કંજૂસી કરી રહી છે. જેમાં ગત વર્ષે 27ના પ્રમાણમાં 2024ની લોકસભા ચૂંટણીમાં 23 મુસ્લિમ ઉમેદવારે ચૂંટણી જીતી છે.  

કોંગ્રેસે 19, સપાએ 4, આરજેડીએ 2, ટીએમસીએ 6 અને બસપાએ 22 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. આ સિવાય એનડીએ ચાર મુસ્લિમોને ટિકિટ આપી હતી, જેમાં એક ભાજપનો અને એક જેડીયુનો હતો. એનડીએના કોઈપણ સાથી પક્ષમાંથી કોઈ મુસ્લિમ જીતી શક્યા નથી.

2024 માં, યુપીમાંથી પાંચ, પશ્ચિમ બંગાળમાંથી છ, જમ્મુ અને કાશ્મીરમાંથી ત્રણ અને બિહાર અને કેરળમાંથી બે-બે મુસ્લિમ સાંસદ છે. લક્ષદ્વીપ-આસામ-તામિલનાડુ-તેલંગાણા-લદ્દાખમાંથી એક-એક મુસ્લિમ ઉમેદવાર જીતીને સંસદમાં પહોંચ્યા છે. 

મોદી 3.0માં એક પણ મુસ્લિમ મંત્રી નહીં, તો જાણો કોણ છે મંત્રીમંડળમાં સ્થાન મેળવનારા પાંચ લઘુમતી નેતા 2 - image


Google NewsGoogle News