Get The App

દિવાળી પહેલા કેન્દ્ર સરકારની મોટી ભેટ : 12 લાખ જેટલા રેલવે કર્મચારીઓને બોનસ આપવાને મંજૂરી

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
દિવાળી પહેલા કેન્દ્ર સરકારની મોટી ભેટ : 12 લાખ જેટલા રેલવે કર્મચારીઓને બોનસ આપવાને મંજૂરી 1 - image


Modi Cabinet Meeting 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુરૂવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ. જેમાં કેટલીક મોટી યોજનાઓને મંજૂરી આપવામાં આવી. દિવાળી પહેલા જ્યાં ખેડૂતોની આવક વધારવા માટે બે મોટી યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે ત્યારે રેલવે કર્મચારીઓને પણ બોનસ આપવા પર સહમતિ વ્યક્ત કરી છે. બેઠક માટે લેવાયેલા નિર્ણયોની વિસ્તૃત માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના સિવાય ખેડૂતો સાથે જોડાયેલી કેટલીક યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય ચેન્નાઈ મેટ્રો ફેઝ-2ને પણ મંજૂરી આપવામાં આવી છે.

ખેડૂતો માટે 1 લાખ કરોડની 2 યોજનાઓ

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આજે કેબિનેટ બેઠકમાં જે સૌથી મોટો નિર્ણય લેવાયો છે, તે ખેડૂતોની આવક વધારવા અને મધ્યમ વર્ગના લોકોને ખાદ્ય સુરક્ષા નક્કી કરવાથી જોડાયેલ છે. તેના બે સ્તંભ છે- પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષોન્તિ યોજના. આ બંને યોજનાઓ માટે 1,01,321 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરાયું છે. આ બંને અંતર્ગત 9-9 યોજનાઓ સામેલ કરાઈ છે. જેમાંથી કેટલીક વસ્તુઓ તેમના સીધું કનેક્શન ખેડૂતોની આવક અને મધ્યમ વર્ગના પરિવારોની થાળી સાથે છે.

દિવાળી પહેલા કેન્દ્ર સરકારની મોટી ભેટ : 12 લાખ જેટલા રેલવે કર્મચારીઓને બોનસ આપવાને મંજૂરી 2 - image

રેલવે કર્મચારીઓને બોનસની ભેટ

તેની સાથે જ રેલવે કર્મચારીઓને પણ બોનસની ભેટ આપવાને મંજૂરી કેબિનેટને આપવામાં આવી છે. રેલવેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનને માન્યતા આપતા કેબિનેટે 11,72,240 રેલવે કર્મચારીઓને 2028.57 કરોડ રૂપિયાના 78 દિવસના બોનસની ચૂકવણીને મંજૂરી આપી છે. આ રકમ અલગ અલગ શ્રેણીઓના રેલવે કર્મચારીઓ જેવા કે ટ્રેક મેન્ટેનર, લોકો પાયલટ, ટ્રેન મેનેજર (ગાર્ડ), સ્ટેશન માસ્ટર, નિરીક્ષક, ટેક્નિશિયન, ટેક્નિશિયન હેલ્પર, પોઈન્ટ્સમેન, મુખ્ય કર્મચારીઓ અને અન્ય ગ્રુપ એક્સસી કર્મચારીઓને આપવામાં આવશે.

દિવાળી પહેલા કેન્દ્ર સરકારની મોટી ભેટ : 12 લાખ જેટલા રેલવે કર્મચારીઓને બોનસ આપવાને મંજૂરી 3 - image

ચેન્નાઈ મેટ્રો ફેઝ 2ને પણ મંજૂરી

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ચેન્નાઈ મેટ્રો ફેઝ 2ને પણ મંજૂરી મળી છે. જેના પર 63,246 કરોડ રૂપિયા ખર્ચ થશે. આ ફેઝ 119 કિલોમીટરનો થશે. જેમાં 120 સ્ટેશન હશે. તેના નિર્માણ માટે કેન્દ્ર અને રાજ્યના 50-50 ટકા શેર હશે. તેની સાથે 5 ભાષાઓને ક્લાસિકલ ભાષામાં દરજ્જો અપાયો છે. મરાઠી, પાલી, પ્રાકૃત, અસમિયા અને બંગાળી ભાષાને ક્લાસિકલ ભાષાનો દરજ્જો અપાયો છે. તમિલ, સંસ્કૃત, તેલૂગુ, કન્નડ, મલયાલમ, ઓડિયાને પહેલાથી જ ક્લાસિકલ ભાષાનો દરજ્જો મળેલ હતો.

દિવાળી પહેલા કેન્દ્ર સરકારની મોટી ભેટ : 12 લાખ જેટલા રેલવે કર્મચારીઓને બોનસ આપવાને મંજૂરી 4 - image



Google NewsGoogle News