PMO માંથી આ નેતાઓને આવ્યો ફોન, ગુજરાતના બે નેતાઓનો પણ સમાવેશ
નવી દિલ્હી, તા. 30 મે 2019, ગુરૂવાર
લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મળ્યા બાદ બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને નરેન્દ્ર મોદી મોદી વચ્ચે મુલાકાત થઇ. મુલાકાત બાદ સંભવિત મંત્રીઓને PMOમાંથી ફોન ગયા. સુત્રો અનુસાર સંભવિત મંત્રીઓની સાથે મોદી આજે સાંજે 4.30 વાગ્યે બેઠક યોજી શકે છે.
નરેન્દ્ર મોદી આજે સાંજે સાત વાગ્યે વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. મોદી કેબિનેટમાં પણ ધરખમ ફેરફારના સંકેત મળી રહ્યાં છે. પાર્ટી અને સરકારના છ સૌથી મહત્વના પદોની કમાન કોના હાથમાં સોંપાશે તેની પર સૌની નજર છે. ગૃહ મંત્રાલય, નાણા મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય અને વિદેશ મંત્રાલય અને લોકસભા સ્પીકરની જવાદારી કોને સોંપાશે તે સૌથી મોટો સવાલ છે.
અરૂણ જેટલીએ નાદુરસ્ત તબીયતનું કારણ આપીને પોતે પ્રધાનપદની રેસમાંથી બહાર આવી ગયા છે. તો સુષમા સ્વરાજ પણ ખરાબ સ્વાસ્થ્યને કારણે ચૂંટણી લડ્યા ન હતા. જોકે, થોડી વારમાં નરેન્દ્ર મોદીની કેબિનેટની તસવીર સાફ થઈ જશે. સંભવિત મંત્રીઓમાં અત્યાર સુધીમાં અર્જૂન મેઘવાલ, રામદાસ અઠાવલે, મુખ્તાર અબ્બાસ નકવી, પીયુષ ગોયલ, રવિશંકર પ્રસાદને ફોન કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે ગુજરાતના પુરષોત્તમ રૂપાલાને પણ ફોન કરવામાં આવ્યો છે. જેઓ કદાચ મંત્રીપદના શપથ લઈ શકે છે.
આ નેતાને PMOમાંથી આવ્યાં ફોન
- સુષમા સ્વરાજ
- નીતિન ગડકરી
- નિર્મલા સીતારમણ
- અર્જૂન મેઘવાલ
- કિરન રિજ્જુ
- જિતેન્દ્ર સિંહ
- રામદાસ અઠાવલે
- ધર્મેન્દ્ર પ્રધાન
- રવિશંકર પ્રસાદ
- બાબુલ સુપ્રિયો
- સદાનંદ ગૌડા
- મુખ્તાર અબ્બાસ નકવી
- જી કિશન રેડ્ડી
- પીયુષ ગોયલ
- સ્મૃતિ ઇરાની
- કષ્ણ પાલ ગુર્જર
- સુરેશ અંગાદિ
- સાધ્વી નિરંજન જ્યોતિ
- પ્રહલાદ જોશી
- સંતોષ ગંગવાર
- રાવ ઇન્દ્રજીત
- ગુજરાતમાંથી મનસુખ માંડવિયા
- પુરૂષોત્તમ રૂપાલા
- રમેશ પોખરિયાલ નિશંક
- ગિરિરાજ સિંહ
- નિત્યાનંદ રાય
- રાજ્યવર્ધનસિંહ રાઠોડ
- શિવસેનામાંથી અરવિંદ સાવંત
- પંજાબમા શિરોમણિ અકાલીદળથી હરસિમરત કૌર બાદલ
- લોક જનતા પાર્ટીમાંથી રામવિલાસ પાસવાન