Get The App

ગુજરાતમાં ત્રણ સહિત દેશભરમાં 85 નવા કેન્દ્રીય વિદ્યાલય બનાવાશે: મોદી કેબિનેટમાં મોટો નિર્ણય

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
PM Modi


Cabinet Approval for KENDRIYA VIDYALAYAS : કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશભરમાં 85 નવા કેન્દ્રીય વિદ્યાલય અને 28 નવા નવોદય વિદ્યાલય બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટના આ નિર્ણયથી દેશભરના 80 હજારથી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે. નોંધનીય છે કે, ગુજરાતમાં પણ કુલ ત્રણ કેન્દ્રીય વિદ્યાલય બનાવવામાં આવશે. 

85 નવા કેન્દ્રીય વિદ્યાલય બનાવાશે

મોદી કેબિનેટે દેશભરમાં 85 નવા કેન્દ્રીય વિદ્યાલય બનાવવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી આશરે 82 હજારથી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે. આ ઉપરાંત પાંચ હજારથી વધુ નવી રોજગારીનું પણ સર્જન થશે. સરકારે આ માટે કુલ 5872 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ ઉપરાંત 28 નવા નવોદય વિદ્યાલય બનાવવામાં આવશે. જેનાથી 15 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને લાભ થશે. નોંધનીય છે નવા કેન્દ્રીય અને નવોદય વિદ્યાલય માટે કુલ 8232 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. 

આ પણ વાંચોઃ ખેતીથી દિવસની 150 રૂપિયાની કમાણી પણ નથી થતી: ભારતના ખેડૂતોની આવકના ચોંકાવાનારા આંકડા

ગુજરાતને મળશે ત્રણ નવા કેન્દ્રીય વિદ્યાલય 

દેશભરમાં 85 કેન્દ્રીય વિદ્યાલયમાંથી ત્રણ ગુજરાતમાં બનાવવામાં આવશે. જેમાં અમદાવાદના ઓગણજ, અમરેલીના ચક્કરગઢ જ્યારે ગીર સોમનાથના વેરાવળમાં કેન્દ્રીય વિદ્યાલયને મંજૂરી આપવામાં આવી છે.

9.5 લાખ કરોડના કાર્યોને મંજૂરી

કેન્દ્રીય કેબિનેટે કેન્દ્રીય વિદ્યાલય ઉપરાંત દિલ્હી મેટ્રોના ફેઝ-4 કોરિડોરને પણ મંજૂરી આપી દીધી છે. જૂનમાં ત્રીજી વખત સરકાર બનાવ્યા બાદ મોદી સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ફોકસ કર્યું છે. નોંધનીય છે કે, મોદી સરકારે પોતાની ત્રીજી ટર્મમાં અત્યાર સુધી કુલ રૂ. 9.5 લાખ કરોડના નિર્ણયો લીધા છે.

આ પણ વાંચોઃ ખેડૂતોએ કેન્દ્ર સરકારને આપ્યું 48 કલાકનું અલ્ટીમેટમ, મીટિંગ કરો નહીંતર ફરી કરીશું દિલ્હી કૂચ


Google NewsGoogle News