‘મોદી સરકારે 109 કરોડ મોબાઈલ યુઝર્સ પર નાખ્યો વાર્ષિક રૂ.34824 કરોડનો બોજો’ મોબાઈલ ટેરિફ વધતા કોંગ્રેસનો આક્ષેપ

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
Mobile Tariff Hike


Mobile Tariff Hike : ત્રણ જુલાઈ-2024થી પ્રીપેડ અને પોસ્ટપેડ મોબાઈલ ટેરિફની કિંમતો વધારવામાં આવી છે. દેશની ત્રણ મુખ્ય ટેલીકૉમ કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા (Reliance Jio, Bharti Airtel and Vodafone Idea)એ મોબાઈલ ટેરિફમાં 25 ટકા સુધીનો વધારો કર્યો છે. હવે આ મામલે કોંગ્રેસે મોદી સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા (Randeep Surjewala)એ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો છે કે, ‘મોદી સરકારે 109 કરોડ મોબાઈલ યુઝર્સ (Mobile Users) પર વાર્ષિક 34,824 કરોડ રૂપિયાનો બોજો નાખ્યો છે.’

આ પણ વાંચો : જે રાજ્યમાં ભાજપ એકેય બેઠક ન જીતી શક્યું, ત્યાં રૂપાણીને સોંપી મોટી જવાબદારી

સરકારે મંજૂરી આપ્યા બાદ વધ્યા મોબાઈલ ટેરિફ

સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું કે, ‘ત્રણ અને ચાર જુલાઈના રોજ દેશની ત્રણ ટેલીકૉમ કંપનીઓએ મોબાઈલ ટેરિફની કિંમતો વધારી છે. ત્રણેય સેલ ફોન કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોટાફોન આઈડિયાનો માર્કેટ શેર 91.6 ટકા છે અને તેમના 109 કરોડ સેલ ફોન યુઝર્સ છે. મોદી સરકારની મંજૂરી બાદ આ કંપનીઓએ ટેરિફમાં વાર્ષિક 34,824 કરોડ રૂપિયાનો બોજો ગ્રાહકો પર નાખી દીધો છે.’

કંપનીઓ એક યુઝર્સ પાસેથી દર મહિને સરેરાશ 152.55 રૂપિયા કમાતી હતી

રણદીપ સુરજેવાલાએ ટ્રાઈના રિપોર્ટને ટાંકીને કહ્યું કે, ‘ટેલીકૉમ કંપનીઓ પોતાના યુઝર્સો પાસેથી 31 ડિસેમ્બર-2023 સુધીમાં દર મહિને સરેરાશ 152.55 રૂપિયા કમાતી હતી. રિલાયન્સ જિયોએ ટેરિફ રેટમાં 12થી 27 ટકા, એરટેલે 11થી 21 ટકા અને વોડાફોન આઈડિયાએ 10-24 ટકાનો વધારો કર્યો છે.’

આ પણ વાંચો : ‘ઓગસ્ટ સુધીમાં પડી જશે મોદી સરકાર, કાર્યકર્તાઓ તૈયાર રહે...’ દિગ્ગજ નેતાના દાવાથી હડકંપ

ટેરિફમાં વધારો કર્યા બાદ ત્રણેય કંપનીઓ વાર્ષિક કેટલું કમાશે?

તેમણે આક્ષેપ કર્યો છે કે, ત્રણેય કંપનીઓએ પરામર્શ કરીને 72 કલાકની અંદર મોબાઈલ ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી. આ ટેરિફ વધારાથી રિલાયન્સ જિયોને 17,568 કરોડ રૂપિયા, એરટેલને 10,704 કરોડ રૂપિયા અને વોડાફોન આઈડિયાને વાર્ષિક 6552 કરોડ રૂપિયાની કમાણી થશે.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પરના તમામ પ્લેટફોર્મ પર 6 દિવસનો પ્રતિબંધ, જાણો કારણ

કોંગ્રેસે ટેરિફ વધારા મુદ્દે સરકારને કર્યા સવાલ

કોંગ્રેસે મોબાઈલ ટેરિફમાં વધારા મુદ્દે સરકારને ઘણા પ્રશ્નો કર્યા છે. પાર્ટીએ પૂછ્યું છે કે, ‘92 ટકા બજાર હિસ્સો ધરાવતી ટેલિકોમ કંપનીઓને એકતરફી રૂ.34,824 કરોડનો ટેરિફ વધારવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી? શું સરકાર અને TRAI 109 કરોડ યુઝર્સ પ્રત્યેની તેમની ફરજ અને જવાબદારીથી દૂર થઈ ગયા છે? શું મોબાઈલ ટેરિફમાં વધારો લોકસભા ચૂંટણીના અંત સુધી મોકૂફ રખાયો હતો? શું સરકાર કે ટ્રાઈએ કંપનીઓની કેપિટલ એક્સપેન્ડિચરની જરૂરિયાતો પર અભ્યાસ કર્યો છે કે નહીં?

આ પણ વાંચો : શિવસેનાના નેતા પર નિહંગોનો જીવલેણ હુમલો, તલવારથી કર્યા ઘણા વાર, VIDEO વાયરલ


Google NewsGoogle News