તમે પણ ચેતી જજો: કાર્ટૂન જોતા બાળકના હાથમાં મોબાઈલ ફાટ્યો, આવી ભૂલ તમે ના કરતા
Smart Phone Blast While Charging: મોબાઈલ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ચૂક્યો છે. મોટા તો ઠીક હવે નાના બાળકો પણ મોબાઈલ વિના રહી શકતા નથી. ચાર્જિંગ દરમિયાન પણ ગેમિંગ અથવા વીડિયો જોનારા સાવચેત બની જજો, નહીં તો આ કિસ્સો તમારી સાથે પણ બની શકે છે.
મધ્યપ્રદેશના છિંદવાડામાં એક બાળક મોબાઈલ ફોનને ચાર્જિંગ પર રાખીને કાર્ટૂન જોઈ રહ્યો હતો. તે દરમિયાન મોબાઈલમાં વિસ્ફોટ થયો હતો. જેમાં 9 વર્ષનુ બાળક ઘાયલ થયું હતું તેના હાથ અને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. અગાઉ પણ આવા અનેક કિસ્સા બની ચૂક્યા છે, જેમાં ઘણાએ જીવ પણ ગુમાવ્યા છે.
આ પણ વાંચોઃ નકલી વિઝા રેકેટનો પર્દાફાશ, રૂ.300 કરોડની છેતરપિંડી, 5000 નકલી વિઝા બનાવ્યા, 6ની ધરપકડ
મીડિયા અહેવાલ અનુસાર, પીડિત બાળકના માતા-પિતા ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. તેમનો દિકરો પોતાના મિત્ર સાથે મોબાઈલ પર કાર્ટૂન જોઈ રહ્યો હતો, તે દરમિયાન મોબાઈલ ચાર્જિંગ પર લાગેલો હતો, અને અચાનક બેટરી ફાટી હતી. હાલ, બાળક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે.
ચાર્જિંગ દરમિયાન ફોન જોવાનું ટાળો
મોબાઈલની અંદર લિથિયમ-આયન બેટરી હોય છે, જે જ્વલનશીલ હોય છે, જમાં લીક થતાં અથવા પ્રેશર વધતાં આગ લાગે છે. મોબાઈલને ચાર્જિંગ કરતી વખતે હંમેશા ધ્યાન રાખો કે, તેના પર ગેમ, મુવી વગેરે જોશો નહીં. મોબાઈલને ચાર્જિંગમાં મૂક્યા બાદ ફોનને ઓશીકા કે ધાબળા નીચે મૂકશો નહીં.