Get The App

142 કરોડની વસ્તી ધરાવતા ભારતમાં કેટલા લોકો પાસે મોબાઈલ? કેન્દ્ર સરકારે જાહેર કર્યો ડેટા

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
Girl Using Mobile


Mobile phone in India: ભારતમાં મોબાઇલ ફોન યુઝર્સની સંખ્યા સતત વધી રહી છે. ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધી 115.2 કરોડ મોબાઇલ સબ્સક્રિપ્શન નોંધાયા છે. આ સાથે જ ભારતના કુલ 6,40,131 ગામોમાંથી 6,23,622 ગામ મોબાઇલ કવરેજ ક્ષેત્રમાં આવી ગયા છે. 

લોકસભામાં જવાબ આપતી વખતે IT મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં આશરે 100 કરોડથી વધુ વસતીના હાથમાં મોબાઇલ ફોન પહોંચી ચુક્યો છે. અત્યાર સુધીમાં દેશની કુલ વસતીમાંથી 115.2 કરોડ મોબાઇલ મોબાઇલ સબ્સક્રિપ્શન નોંધાયા છે. ત્યાં જ દેશના 6,40,131 ગામોમાંથી 6,23,622 ગામ સુધી મોબાઇલ કવરેજ પહોંચી ગયું છે. આ ઉપરાંત જે ગામમાં હજુ સુધી મોબાઇલ કવરેજ નથી પહોંચ્યું ત્યાં પણ ટૂંક સમયમાં મોબાઇલ કવરેજ પહોંચાડવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. 

આ પણ વાંચોઃ અનેક દેશોમાં જુદા જુદા ટાઈમ ઝોન, તો ભારતમાં માત્ર એક જ ટાઈમ ઝોન કેમ? જાણો તેનું કારણ

ડિજિટલ ભારત નિધિ યોજના

મંત્રાલયે પોતાના જવાબમાં જણાવ્યું કે, સરકાર મોબાઇલ કવરેજના વિસ્તારની સાથે જ ડિજિટલ કનેક્ટિવિટીને મજબૂત બનાવવા માટે પણ ઘણી યોજનાઓ પર કામ કરી રહી છે. ગ્રામીણ અને છુટાછવાયા ક્ષેત્રોને ડિજિટલ રૂપથી સશક્ત બનાવાવના ઉદ્દેશથી સરકારે ડિજિટલ ભારત નિધિ જેવી યોજનાઓ શરૂ કરી છે. પર્વતીય વિસ્તારોમાં મોબાઇલ ટાવર લગાવવાનો કામ પણ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. 

બ્રોડબેન્ડ કનેક્ટિવિટી

ગ્રામીણ વિસ્તારોમાં બ્રોડબેન્ડ નેટવર્ક વિસ્તારવાની યોજના માટે સરકારે રૂપિયા 1,39,579 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. આ યોજનામાં 10 વર્ષ સુધી બ્રોડબેન્ડ સેવાઓની જાળવણી પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. મંત્રાલય દ્વારા ટૂંક સમયમાં દેશના વધુ 16,509 ગામડાઓને મોબાઈલ કવરેજ આપવાની યોજના બનાવવામાં આવી રહી છે. 

આ પણ વાંચોઃ મુકેશ અંબાણી અને સુનિલ ભારતી મિત્તલની વિનંતી છતાં સેટેલાઇટ સ્પેક્ટ્રમનું કેમ ઓક્શન ન થયું?



Google NewsGoogle News