Get The App

દેશના 6 લાખ મોબાઈલ નંબર થઈ જશે બંધ? સરકારે આપ્યા તપાસના આદેશ, જાણો કારણ

Updated: May 24th, 2024


Google NewsGoogle News
દેશના 6 લાખ મોબાઈલ નંબર થઈ જશે બંધ? સરકારે આપ્યા તપાસના આદેશ, જાણો કારણ 1 - image


Mobile Connections Re-Verify : દેશના તમામ મોબાઈલ યૂઝર્સ માટે મોટા સમાચાર છે. સરકારે અંદાજિત 6 લાખ મોબાઈલ નંબરને બંધ કરવાનો આદેશ આપ્યો છે. ટેલિકોમ વિભાગે ટેલિકોમ કંપનીઓની એક યાદી આપીને કહ્યું કે, અંદાજિત 6 લાખ 80 હજાર મોબાઈલ કનેક્શનને ફરી ચેક કરવામાં આવે.

ટેલિકોમ વિભાગને શંકા છે કે, આ તમામ મોબાઈલ નંબર નકલી ડોક્યૂમેન્ટ્સના આધારે લેવામાં આવ્યા છે. આ સિવાય વિભાગે એ પણ શંકા વ્યક્ત કરી છે કે સિમ કોઈના નામ પર છે અને ઉપયોગ બીજું કોઈ કરી રહ્યું છે.

તેના માટે ટેલિકોમ વિભાગે મોબાઈલ કંપનીઓને 60 દિવસનો સમય આપ્યો છે. વિભાગ દ્વારા સ્પષ્ટ કહેવાયું છે કે, જો 60 દિવસમાં આ નંબરોની તપાસ પૂર્ણ નહીં થાય તો તેને બંધ કરી દેવાશે.

હકીકતમાં દેશમાં નકલી મોબાઈલ નંબર દ્વારા થનારા ફ્રોડની સંખ્યા ખુબ વધી ગઈ છે. હમણાંથી લોકો સાથે છેતરપિંડી વધી રહી છે. તપાસ બાદ ખબર પડશે કે જેના નામ પર સિમ કાર્ડ છે તે વ્યક્તિને તે સિમ અંગે ખબર જ નથી.

રિપોર્ટ અનુસાર, આ 6 લાખ નંબરની ઓળખ ટેલિકોમ ડિપાર્ટમેન્ટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી કરી છે. તમારી માહિતી માટે જણાવી દઈએ કે, હાલમાં જ ટેલિકોમ વિભાગે અંદાજિત 1.7 કરોડથી વધુના નકલી નંબર બંધ કરી દીધા છે અને સાઇબર ક્રાઇમમાં સામેલ અંદાજિત 0.19 લાખ મોબાઈલ નંબરને બ્લોક કરાયા છે. એક અભિયાન હેઠળ અત્યાર સુધીમાં અંદાજિત 1.34 અરબ મોબાઈલ કનેક્શનોની તપાસ કરાઈ છે.



Google NewsGoogle News