Get The App

દરબાર સાહિબની તલવાર આંચકવા ગયેલા યુવકનું મોબ લિચિંગ

Updated: Dec 18th, 2021


Google NewsGoogle News
દરબાર સાહિબની તલવાર આંચકવા ગયેલા યુવકનું મોબ લિચિંગ 1 - image


અમૃતરની ઘટના અંગે પોલીસનો દાવો 

ઘટના સમયે યુવકને ટોળાએ ઢોર માર માર્યો હોવાથી મોત નિપજ્યું : પોલીસનો દાવો 

અમૃતસર : પંજાબના અમૃતસરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં દરબાર સાહિબની તલવાર ઉઠાવવાના કિથત આરોપો લગાવીને એક શખ્સ સાથે કિથત રીતે મોબ લિચિંગ થયું હોવાના અહેવાલો છે. ડીસીપી પરમિંદરસિંહે કહ્યું હતું કે આ યુવકનું મોત નિપજ્યું છે. 

એવા અહેવાલો છે કે યુવક  દરબાર સાહિબની તલવાર ઉઠાવવા ઘુસ્યો હતો, જેની જાણકારી ત્યાં હાજર લોકોને જતા થોડા જ સમયમાં ભીડ એકઠી થઇ ગઇ હતી, ટોળાએ બાદમાં આ યુવકને ઢોર માર માર્યો હતો જેને પગલે તેનું મોત નિપજ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

પોલીસે જણાવ્યું હતું કે રેહરાસ સાહિબ પાઠ દરમિયાન ધાર્મિક સૃથળની અંદર એક અજાણ્યો વ્યક્તિ ઘુસી ગયો હતો. આ વ્યક્તિએ રેલિંગથી છલાંગ લગાવી દીધી અને કિથત રીતે ગુરૂ ગ્રંથ સાહિબજીની સામે રાખવામાં આવેલી તસવાર પકડવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન ભીડે તેને પકડી લીધો હતો અને મારપીટ કરી હતી. જેને પગલે તેનું મોત નિપજ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. અમૃતસરના ડીસીપી પરમિંદરસિંહે કહ્યું હતું કે ઘટના સમયે યુવક એકલો હતો, આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.


Google NewsGoogle News