VIDEO : પોલીસવાળા જોડે ગાડી ધોવડાવી ફસાયા ધારાસભ્ય, વિપક્ષે મહારાષ્ટ્ર સરકારને ઘેરી
Image: Facebook
MLA Sanjay Gaikwad Car Wash Issue: મહારાષ્ટ્રમાં ધારાસભ્ય સંજય ગાયકવાડ સાથે જોડાયેલો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એક પોલીસ કર્મચારી તેમની ગાડી ધોઈ રહ્યાં છે. વિપક્ષના નેતાઓએ વીડિયો શેર કરીને મુખ્યમંત્રી એકનાથ શિંદે સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. ખાસ વાત છે કે ઘટના એવા સમયે થઈ છે, જ્યારે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં થોડા મહિનાનો સમય બાકી રહી ગયો છે.
પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય હર્ષવર્ધન સપકલે પણ વીડિયો શેર કર્યો છે. સપકલેએ કહ્યું કે આ પોલીસ કર્મચારીના ખોટા ઉપયોગનું એકદમ સટીક ઉદાહરણ છે. આ ખૂબ જ અપમાનજનક છે. અગાઉ ફેબ્રુઆરીમાં પણ ગાયકવાડ વાઘના શિકાર (1987) માં દાવો કરીને ફસાઈ ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે મે વાઘનો દાંત ગળામાં પહેર્યો છે. આ ઘટનાના તાત્કાલિક બાદથી જ રાજ્યના વન વિભાગે તેમની પર વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો અને વાઘના કથિત દાંતને ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવાયો હતો.
ધારાસભ્યએ શું કહ્યું?
પોલીસ કર્મચારી પાસે ગાડી સાફ કરાવવાના મામલે ગાયકવાડે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે 'નાસ્તો કર્યા બાદ પોલીસ કર્મચારીએ કારમાં ઉલટી કરી દીધી હતી. પોલીસ કર્મચારીએ જાતે જ કાર સાફ કરવાની રજૂઆત કરી હતી. કોઈએ પણ તેમને કાર સાફ કરવા માટે કહ્યું નહોતું.'