Get The App

લાલદુહોમા આજે મિઝોરમના મુખ્યમંત્રી તરીકે લેશે શપથ, ZPM પાર્ટી 40માંથી 27 બેઠકો પર જીતી હતી

તેમણે આ મામલે બુધવારે જ રાજ્યપાલ સાથે મુલાકાત કરી લીધી હતી

તેમણે કહ્યું કે રાજ્યના વિકાસ માટે 100 દિવસનો એક્શન પ્લાન ટૂંક સમયમાં જાહેર કરીશું

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
લાલદુહોમા આજે મિઝોરમના મુખ્યમંત્રી તરીકે લેશે શપથ, ZPM પાર્ટી 40માંથી 27 બેઠકો પર જીતી હતી 1 - image


Mizoram CM News | મિઝોરમમાં શુક્રવારે એટલે કે આજે જોરમ પીપલ્સ પાર્ટી (ZPM)ના નેતા લાલદુહોમા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. બુધવારે તેઓ આ મામલે રાજ્યપાલ હરિ બાબુ કંભમપતિને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

27 બેઠકો જીતી બહુમત મેળવ્યો હતો 

ZPMએ વિધાનસભા ચૂંટણીમાં 40માંથી 27 બેઠકો જીતી છે. બેઠક પછી ZPM નેતાએ કહ્યું કે અમે નવી સરકારની રચના વિશે વાત કરી. આજે સરકારની રચના થશે અને અમારું પ્રથમ સત્ર આવતા અઠવાડિયે થશે. તેમણે કહ્યું કે રાજ્યના વિકાસ માટે 100 દિવસનો એક્શન પ્લાન ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

મંત્રી પરિષદના અન્ય સભ્યો પણ શપથ લેશે

સૂત્રોનું માનીએ તો લાલદુહોમાની સાથે જ શુક્રવારે સવારે રાજભવનમાં આયોજિત કાર્યક્રમમાં મંત્રી પરિષદના અન્ય સભ્યોને પણ શપથ ગ્રહણ કરવામાં આવશે. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના સુરક્ષા ઈન્ચાર્જ પૂર્વ આઈપીએસ લાલદુહોમા મંગળવારે સાંજે પાર્ટીના નવા ચૂંટાયેલા ઉમેદવારોને મળ્યા હતા. ZPM મીડિયા સેલના જનરલ સેક્રેટરી એડી જોસાંગલિયાના કોલનીએ જણાવ્યું હતું કે ZPM સલાહકાર સંસ્થા ગુરુવારે લાલદુહોમાને મળી હતી. આ બેઠકમાં મંત્રી પરિષદની રચના અને અન્ય મુદ્દાઓ પર અંતિમ નિર્ણય લેવામાં આવ્યા હતા. 

1977માં બન્યા હતા IPS

લાલદુહોમાં મિઝોરમના યુવાઓ વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી મિઝોરમના વિકાસ અને રાજ્યને કોંગ્રેસ અને MNFથી મુક્તિ અપાવવાની વાત કહેતા આવી રહ્યા છે. લાલદુહોમાં 1977માં IPS બન્યા અને ગોવામાં એક સ્કવોડ લીડરના રૂપમાં કામ કર્યું. આ દરમિયાન તેમણે તસ્કરો પણ અનેક કાર્યવાહી કરી હતી. આ કારણોસર તેઓ નેશનલ મીડિયામાં છવાયા. તેમના સારા કામને ધ્યાનમાં રાખી 1982માં તેમને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના સુરક્ષા ઈન્ચાર્જ તરીકે તૈનાતી આપવામાં આવી.

1984માં પ્રથમ વખત બન્યા સાંસદ

ઈન્દિરા ગાંધીની સુરક્ષામાં રહ્યાના બે વર્ષ બાદ લાલદુહોમાએ 1984માં રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો હતો. તેઓ 1984માં સાંસદ બન્યા હતા. ચાર વર્ષ બાદ જ 1988માં કોંગ્રેસની સદસ્યતા છોડવાના કારણે તેમને લોકસભામાંથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા. આમ લાલદુહોમા પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ અયોગ્ય ઠેરવવામાં આવેલા પ્રથમ સાંસદ બની ગયા હતા.

લાલદુહોમા આજે મિઝોરમના મુખ્યમંત્રી તરીકે લેશે શપથ, ZPM પાર્ટી 40માંથી 27 બેઠકો પર જીતી હતી 2 - image



Google NewsGoogle News