Mizoram Election Results LIVE updates: મિઝોરમમાં સત્તા પરિવર્તન નક્કી, CM જોરમથંગા પણ હાર્યા
અહીં ભાજપ-કોંગ્રેસ કરતાં બીજા પક્ષો વચ્ચે મજબૂત ટક્કર
40 વિધાનસભા બેઠકો પર મતદાન પૂરું થઈ ગયું હતું
LIVE Mizoram Election Results 2023 Updates: મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે થોડીક વારમાં મતગણતરી શરૂ થવાની છે. ઉલ્લેખનીય છે કે અહીં 40 વિધાનસભા બેઠકો પર મતદાન પૂરું થઈ ગયું છે અને અહીં મિઝો નેશનલ ફ્રન્ટ, જોરમ પીપલ્સ મૂવમેન્ટ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ ચૂંટણીપંચે એક નોટિફિકેશન જાહેર કરીને અન્ય ચાર રાજ્યોની સાથે મતગણતરી કરવાનું ટાળતાં 3ની જગ્યાએ 4 તારીખે મિઝોરમમાં મતગણતરી કરવાની જાણકારી આપી હતી. ખ્રિસ્તી ધર્મના લોકો માટે રવિવારનો દિવસ પવિત્ર મનાતો હોવાથી તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનો દાવો કરાયો હતો.
Mizoram Election Results LIVE |
01:00 PM : સીએમ જોરમથંગા પણ હાર્યા
આઈઝોલ પૂર્વ-1 મતવિસ્તારમાં ZPMના લાલથનસાંગાએ વર્તમાન મુખ્યમંત્રી જોરમથંગાને હરાવી દીધા છે. સીએમને 2101 વોટથી હારનો સામનો કરવો પડ્યો.
મિઝોરમમાં લાલદુહોમાના નેતૃત્વ હેઠળની જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) સરકાર બનાવતી દેખાઈ રહી છે. ચૂંટણીપંચ અનુસાર ZPM હાલમાં રાજ્યની 27 બેઠકો પર લીડમાં છે. જ્યારે સત્તાધારી મિજો નેશનલ ફ્રન્ટ ફક્ત 10 સીટ પર જ લીડ ધરાવે છે. જોકે ભાજપના ખાતામાં 2 અને કોંગ્રેસના ખાતામાં 01 બેઠકો પર લીડ બાકી રહી છે.
09:00 AM : તમામ બેઠકોના વલણ જાહેર
મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામોના લગભગ તમામ બેઠકોના વલણ આવી ચૂક્યા છે. જેમાં MNF પાછળ પડતી દેખાઈ રહી છે. તેને હજુ સુધી 09 બેઠકો પર તો ZPM ને 22 બેઠકો પર લીડ મળી રહી છે જે બહુમતીની આંકડાની નજીક છે. જ્યારે કોંગ્રેસે 07 બેઠક પર લીડ મેળવી રહી છે અને ભાજપને એક બેઠક પર લીડ મળતી દેખાઈ રહી છે.
08:40 AM : 50 ટકા બેઠકોના વલણ જાહેર
મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામોના શરૂઆતના વલણમાં પ્રથમ 20 બેઠકોના વલણ આવી ચૂક્યા છે. જેમાં MNF 09 બેઠકો પર તો ZPM 07 બેઠકો પર લીડમાં છે. જ્યારે કોંગ્રેસે 04 બેઠક પર લીડ મેળવી છે અને હજુ સુધી ભાજપનું ખાતું ખૂલ્યું નથી.
મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામોના શરૂઆતના વલણમાં MNF 06 બેઠકો પર તો ZPM 06 બેઠકો પર લીડ મેળવી રહ્યા છે. જ્યારે કોંગ્રેસે હાજરી પૂરાવતાં 2 બેઠકો પર લીડ મેળવી લીધી છે. જ્યારે ભાજપને હજુ કોઈ બેઠક પર લીડ મળતી દેખાઈ રહી નથી.
મિઝોરમ વિધાનસભા માટે મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. 40 બેઠકો પર થયું છે મતદાન.
07:30 AM | આઈઝોલમાં મતદાન કેન્દ્ર પર મજબૂત સુરક્ષા વ્યવસ્થા
મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે થોડીક જ વારમાં મતગણતરી શરૂ થશે. તેને ધ્યાનમાં રાખીને આઈઝોલમાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
07:25 AM | એક્ઝિટ પોલમાં શું પરિણામ બતાવાયા હતા?
મિઝોરમ વિધાનસભાની ચૂંટણીનું ત્રીજી ડિસેમ્બરે પરિણામ જાહેર થાય તે પહેલા એક્ઝિટ પોલના પરિણામ આવી ગયા હતા. 40 વિધાનસભા બેઠકો ધરાવતા મિઝોરમમાં મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને મિઝો નેશનલ ફ્રન્ટ વચ્ચે છે. મિઝોરમમાં અગાઉ 2018માં મિઝો નેશનલ ફ્રન્ટે (Mizo National Front) વિજય મેળવ્યો હતો, જ્યારે 2013ની ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા પર કબજો જમાવ્યો હતો. રાજ્યમાં 7 નવેમ્બરે યોજાયેલ મતદાનમાં 80.86 ટકા મતદાન નોંધાયું હતું, રાજ્યમાં બહુમતી મેળવવાનો જાદુઈ આંકડો 21 છે.
07:20 AM |મિઝોરમમાં 80.86 ટકા મતદાન
મિઝોરમ વિધાનસભા ચૂંટણીનું 7 નવેમ્બરે મતદાન થયું હતું, વિધાનસભા ચૂંટણી લડી રહેલા 174 ઉમેદવારોમાંથી સત્તાધારી મિઝો નેશનલ ફ્રન્ટ (MNF), જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) અને કોંગ્રેસે તમામ 40 બેઠકો પર ચૂંટણી લડી હતી, જ્યારે ભાજપે 23 બેઠકો પર ચૂંટણી લડી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત 4 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. મિઝોરમ વિધાનસભાનો પાંચ વર્ષનો કાર્યકાળ 17 ડિસેમ્બર 2023 ના રોજ સમાપ્ત થશે.
07:15 AM | મિઝોરમમાં 2018માં MNFની તો 2013માં કોંગ્રેસની બની સત્તા
મિઝોરમ વિધાનસભામાં વર્ષ 2018માં મિઝો નેશનલ ફ્રન્ટ પાર્ટીએ 40માંથી 26 બેઠકો મેળવી સ્પષ્ટ બહુમતી સાથે સત્તા પર કબજો જમાવ્યો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસે 5, જોરમ પીપલ્સ મૂવમેન્ટ 8 જ્યારે ભારતીય જનતા પાર્ટી 1 બેઠક મેળવી હતી. જ્યારે વિધાનસભા 2013માં કોંગ્રેસે જવલંત વિજય મેળવી 34 બેઠકો પર વિજયનો ઝંડો લહેરાવ્યો હતો. આ ચૂંટણીમાં મિઝો નેશનલ ફ્રન્સને 5 જ્યારે અન્યે 1 બેઠક મેળવી હતી.
07:10 AM | મિઝોરમ ચૂંટણીના મુખ્ય ચહેરા
મિઝોરમની ચૂંટણીમાં મુખ્ય મુકાબલો સત્તાધારી પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટ અને કોંગ્રેસ વચ્ચે માનવામાં આવે છે. આ બંને પક્ષોમાંથી ઘણા શક્તિશાળી નેતાઓ ચૂંટણી લડ્યા છે, તેમાંથી મુખ્ય ચહેરાઓની વાત કરીએ તો મિઝો નેશનલ ફ્રન્ટના વડા અને મુખ્યમંત્રી ઝોરામથાંગા, ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ઝોડિન્ટલુઆંગા રાલ્ટે અને લાલ થનહાવલા, જોરામ નેશનાલિસ્ટ પાર્ટીના નેતા લાલરિનમાવિયા, મિઝો પીપલ્સ કોન્ફરન્સના નેતા લાલમંગાઈહા સિલોનો સમાવેશ થાય છે.