Get The App

મ્યાનમાર સરહદે 'વાડાબંધી'નો મિઝોરમે જ કર્યો વિરોધ, જાણો શું છે આ પાછળનું કારણ

ઘૂસણખોરી રોકવા કેન્દ્ર સરકારે મ્યાનમાર સરહદ પર વાડાબંધી કરવાનો નિર્ણય લીધો

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News
મ્યાનમાર સરહદે 'વાડાબંધી'નો મિઝોરમે જ કર્યો વિરોધ, જાણો શું છે આ પાછળનું કારણ 1 - image


India-Myanmar Border Fencing: કેન્દ્ર સરકાર મ્યાનમાર સાથેની સરહદ પર 'વાડાબંધી' કરવાની જાહેરાત કરી હતી. આના પર મિઝોરમના મુંખ્યમંત્રી લાલદુહોમાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે,'મિઝોરમ સરકારને ભારત-મ્યાનમાર સરહદ પર વાડ બાંધવા અને ફ્રી મૂવમેન્ટ રેજીમ (FMR)ને રદ કરતા કેન્દ્રને રોકવાનો કોઈ અધિકાર નથી.'

મુંખ્યમંત્રી લાલદુહોમાએ પત્રકાર પરિષદ યોજી 

મિઝોરમના મુંખ્યમંત્રી લાલદુહોમાએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે કહ્યું કે, 'મિઝોરમમાં મ્યાનમાર સાથેની સરહદ અગાઉના બ્રિટિશ શાસન દ્વારા લાદવામાં આવી હતી અને સરહદની બંને બાજુ રહેતા મિઝો લોકો તેને સ્વીકારતા નથી. જો કેન્દ્ર ભારત-મ્યાનમાર સરહદ પર વાડાબંધી કરવાની અને એફએમઆરને રદ કરવાની યોજના પર આગળ વધે છે, તો અમારી પાસે કોઈ અધિકાર નથી તેને રોકવાનો.'

મુંખ્યમંત્રી લાલદુહોમાએ કહ્યું કે મિઝોરમ સરકાર અને રાજ્યના વિવિધ સંગઠનો સરહદ પર વાડાબંધી કરવા અને એફએમઆરને રદ કરવાની વિરુદ્ધ છે. કારણ કે મિઝોના મ્યાનમારના ચિન સમુદાય સાથે વંશીય સંબંધો છે. વિશ્વના વિવિધ ભાગોમાં રહેતા મિઝો વંશીય સમુદાય એક થવાનું સપનું જુએ છે અને હાલની સરહદ પર વાડાબંધી કરવાનું પગલું અંગ્રેજો દ્વારા લાદવામાં આવેલી સરહદને મંજૂરી આપવા સમાન હશે. 

ઉલ્લેખનીય છે કે, મુંખ્યમંત્રી લાલદુહોમાની દિલ્હીની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે આ મુદ્દા પર ચર્ચા કરી હતી અને બંનેએ વાડાબંધી સંબંધમાં મુંખ્યમંત્રીએ કરેલી અપીલનો વિરોધ કર્યો ન હતો.



Google NewsGoogle News