VIDEO: 22 વર્ષ બાદ ગુમ થયેલો પુત્ર સાધુ બનીને ઘરે આવ્યો, માતા પાસે માગી ભિક્ષા
Uttar Pradesh: અમેઠી જિલ્લામાંથી એક ભાવુક કરી દે તેવી ઘટના સામે છે. દિલ્હીનો એક 11 વર્ષીય બાળક 2002માં ગુમ થયો હતો. પરંતુ હવે બે દાયકા આ બાળક સાધુના વેશમાં તેના અમેઠીના ખરૌલી ગામમાં પહોંચ્યો હતો. જો કે, માતાએ સાધુ બનીને ભીખ માગતા તેમના પુત્રને ઓળખી લીધો હતો. હવે સાધુ બની ગયેલા આ પુત્રનો પરિવારને મળવાનો કે ઘરે પરત આવવાનો કોઈ ઈરાદો નથી.
માતા અને સાધુ પુત્રનો ભાવુક વીડિયો
જ્યારે આ બાળક સાધુના વેશમાં તેના ગામ પહોંચ્યો ત્યારે પરિવારના સભ્યોએ તેને ઓળખી લીધો. તેના પેટ પર સર્જરીના નિશાનથી તેની ઓળખ થઈ હતી. પરિવારજનોએ દિલ્હીમાં રહેતા તેના માતા-પિતાને જાણ કરી હતી. જ્યારે તેના માતા-પિતા ઘરે આવ્યા, ત્યારે તેઓએ તેમના પુત્રની ઓળખી લોધો હતો. ગુમ થયેલા પુત્ર અને તેની માતા વચ્ચેના ભાવુક પળનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સન્યાસી પુત્રએ કહ્યું કે, 'હું પરિવારને મળવા આવ્યા નથી, પરંતુ તપસ્વી જીવનની એક મહત્ત્વપૂર્ણ વિધિ પૂર્ણ કરવા આવ્યો છું.' એવું માનવામાં આવે છે કે, યોગીઓ માટે સન્યાસ ગ્રહણ કર્યા બાદ તેમની માતા પાસેથી ભિક્ષા મેળવવી ફરજિયાત છે. વ્યક્તિ ત્યારે જ સન્યાસી બને છે જ્યારે તેને તેની માતા પાસેથી ભિક્ષા મળે છે અને તેને સન્યાસી બનવાનો આદેશ પણ આપવામાં આવે છે. તેથી જ આ યુવાન સાધુ પોતાના ઘરે પાછો ફર્યો છે, જેથી તે તેની માતા પાસેથી ભિક્ષા મેળવીને પોતાનો સન્યાસ પૂર્ણ કરી શકે.