એડનની ખાડીમાં 22 ભારતીયોને લઈ જતા વેપારી જહાજ પર હુમલો, નૌસેના મદદે પહોંચી
યમનના હુથી સંગઠને વેપારી જહાજ પર મિસાઈલ હુમલો કર્યો હોવાના અહેવાલ
Gulf of Aden:એડનની ખાડીમાં વેપારી જહાજ પર મિસાઈલ હુમલો થયો છે. આ હુમલા બાદ જહાજે પહેલા ભારતીય નૌસેનાની મદદ માગી, ત્યારબાદ આઈએનએસ વિશાખાપટ્ટનમ ઘટનાસ્થળે પહોંચી અને પોતાની કાર્યવાહી શરૂ કરી હતી.
અહેવાલ અનુસાર, યમનના હુથી સંગઠને માર્લિન લુઆન્ડા નામના વેપારી જહાજ પર મિસાઈલ હુમલો કર્યો હતો. આ વેપારી જહાજ 22 ભારતીયોની સાથે બાંગ્લાદેશી ક્રૂ મેમ્બર પણ હતા. હાલમાં, કોઈના ઘાયલ અથવા મૃત્યુ પામ્યાના સમાચાર નથી, પરંતુ વેપારી જહાજમાં આગ લાગી છે.