Get The App

બિહાર : નફ્ફટ નબીરાઓનું કૃત્ય, ઘોંઘાટ કરતા રોક્યાં તો 3 પોલીસકર્મીને કાર નીચે કચડી નાખ્યાં

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
બિહાર : નફ્ફટ નબીરાઓનું કૃત્ય, ઘોંઘાટ કરતા રોક્યાં તો 3 પોલીસકર્મીને કાર નીચે કચડી નાખ્યાં 1 - image


Miscreants Run Over By Car To Cops In Patna: પટણાના એસ કે પુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા અવાજે સંગીત સાંભળીને હંગામો કરી રહેલા SUVમાં સવાર નફ્ફટ નબીરાઓને પોલીસની રોક-ટોક પસંદ ન આવી. તેમને રોકવા પર કાર સવાર યુવકે પોલીસ અધિકારીઓ સાથે ઝપાઝપી કરી હતી. બાદમાં આરોપીઓએ પોલીસકર્મીઓને કારથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. કારની ટક્કર પોલીસ સ્ટેશનમાં તેહનાત બે સબ ઈન્સ્પેક્ટર અને એક જમાદાર ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. આ ઘટના બાદ તમામ યુવકો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. આ મામલે પોલીસે ઈન્સ્પેક્ટર સૈયદ રાઝી ઉર્રવના નિવેદન પર કેસ નોંધ્યો છે.

SUV કારમાં 7 યુવકો સવાર હતા.....

એસએચઓ પંકજ કુમારે જણાવ્યું કે, CCTV ફૂટેજ અને વાહનના રજિસ્ટ્રેશન નંબર પરથી આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસ તેની ધરપકડ કરવા માટે દરોડા પાડી રહી છે. ઈન્સ્પેક્ટર સૈયદ રાઝી ઉર્રવ પોલીસ દળ સાથે 24મી નવેમ્બરે સાંજે એક ખાસ વાહનની તપાસ કરવા નીકળ્યા હતા. પોલીસની ટીમ રાત્રે 8:00 વાગ્યે અટલ પથ પર વાહનોનું ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, સહદેવ મહતો રોડ પર SUVમાં સાત યુવકો સવાર છે.

આ પણ વાંચો: પોલીસને શૂરાતન ચઢ્યું : કોમ્બિંગ નાઈટ કરી, 'ગુનેગાર' તો ના મળ્યા, 3 હજાર વાહનચાલકને પકડ્યાં

નબીરાઓએ પોલીસકર્મીઓને તેમની કારથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો

નશાની હાલતમાં તેઓ મોટા અવાજે ગીતો વગાડીને ઘોંઘાટ કરી રહ્યા છે. આ અંગેની માહિતી મળતાં સૈયદ રાઝી ઉર્રવ પોલીસ કર્મચારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા કારમાં બેઠેલા યુવકને કારનો ગેટ ખોલીને ઘોંઘાટ કરતા જોયા. તેમ આ રીતે ઘોંઘાટ કરવાની ના પાડતા કારમાં બેઠેલા યુવકે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી અને તેમની સાથે ગેરવર્તન શરૂ કરી દીધુ. દરમિયાન નબીરાઓએ પોલીસકર્મીઓને તેમની કારથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને ટક્કર માર્યા બાદ તેઓ ઝડપથી નેહરુ પથ તરફ ફરાર થઈ ગયા હતા.

3 પોલીસકર્મી ઘાયલ

આ ટક્કરના કારણે ઈન્સ્પેક્ટર મુન્ના કુમાર અને જમાદાર ઈનામુદ્દીન ખાન રોડ પર પડી ગયા અને ઈન્સ્પેક્ટર સૈયદ રાઝી પણ ઘાયલ થયા છે. મુન્ના કુમારનું માથું ફાટી ગયું હતું અને સૈયદ રાઝીને હાથમાં અને ઈનામુદ્દીનની પીઠ અને કમરમાં ઘણી ઈજા પહોંચી છે. બાદમાં ઘાયલ અને લોહીથી લથપથ પોલીસકર્મીઓને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ભાગતી વખતે કાર સવારોએ પોલીસની બાઈકને પણ ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું. તમામ આરોપીઓની ઉંમર 20 થી 30 વર્ષની વચ્ચે હોવાની માહિતી મળી રહી છે.


Google NewsGoogle News