Mirzapur: પત્નીએ કાઢી મુક્યો, કરોડોની સંપત્તિ પણ લઈ લીધી...હવે પત્નીને ભરણપોષણ આપવા માટે પતિ માંગી રહ્યો છે ભીખ
Husband harassed by his Wife: ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં એક વ્યક્તિએ તેની પત્ની પર પોતાને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. જેના કારણે તેઓ કલેક્ટર કચેરીમાં હડતાળ પર બેસી ગયા હતા. તેણે આરોપ લગાવ્યો હતો કે તેની પત્નીએ તેને ઘરમાંથી કાઢી મુક્યો અને તેની કરોડોની સંપત્તિ પર કબજો કર્યો હતો. હવે તે ભરણપોષણ માટે લોકો પાસે ભીખ માંગી રહ્યો છે, અને પત્નીઓથી સાવધાન રહેવાનું અભિયાન પણ ચલાવી રહ્યો છે.
શું છે આખો મામલો?
મળતી માહિતી મુજબ, આ મામલો મિર્ઝાપુર જિલ્લાના કટરા કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના નટવા વિસ્તારનો છે. અહીં રહેતા કમાલ અહેમદના લગ્ન 30 વર્ષ પહેલા એટલે કે 1992માં થયા હતા. કમાલ અહેમદ ઓમાનમાં કામ કરે છે. આરોપ છે કે પાંચ વર્ષ પહેલા કમાલની પત્નીએ કમાલ, તેના ભાઈ અને પિતાને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. આ સાથે તેમની કરોડોની સંપત્તિ કબજે કરી લીધી હતી. આથી ત્રાસી ગયેલો પતિ કલેક્ટર કચેરી પહોંચ્યો હતો અને જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસ સામે હડતાળ પર બેસી ગયો હતો. તેણે ત્યાં એક બેનર પણ લગાવ્યું છે, જેના દ્વારા તે લોકોને તેમની પત્નીઓથી સાવચેત રહેવાની અપીલ કરી રહ્યો છે.
કમાલનો પત્ની પર આરોપ
કમાલ અહેમદનો આરોપ છે કે તેની પત્નીએ તેની સામે ખોટો ફોજદારી કેસ દાખલ કરાવ્યો અને ભરણપોષણ ભથ્થા માટે કોર્ટમાં કેસ પણ કર્યો. કમાલે કહ્યું હતું કે તે છેલ્લા પાંચ વર્ષથી સતત કોર્ટમાં જવાથી કંટાળી ગયો છે. તેના કેસની ક્યાંય સુનાવણી થઈ રહી નથી.
કમાલે શરુ કર્યું અભિયાન
કમાલ અહેમદનું કહેવું છે કે પત્નીઓ પર ભરોસો ન કરવો જોઈએ, તે તમને તમારી મિલકતથી ગમેત્યારે બેદખલ કરી શકે છે. હું કતારમાં કામ કરું છું. અમારા લગ્ન વર્ષ 1992માં થયા હતા. પત્નીએ ખોટો કેસ કર્યો છે અને અમારી મિલકત પણ છીનવી લેવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષથી સતત કોર્ટમાં જવાથી કંટાળી ગયો છું અને મારી વાત પણ સાંભળવામાં આવતી નથી. આથી હવે બેનરો પર લખાણ છપાવીને અભિયાન શરૂ કર્યું છે.