શિક્ષણ મંત્રાલયમાં નોકરી મેળવવા માટેની શાનદાર તક, કન્સલ્ટન્ટના પદ માટે નિકળી ભરતી

શિક્ષણ મંત્રાલય દ્વારા ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે

આ ભરતીમાં કુલ 39 પદ માટે જગ્યાઓ ભરવાની છે

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
શિક્ષણ મંત્રાલયમાં નોકરી મેળવવા માટેની શાનદાર તક, કન્સલ્ટન્ટના પદ માટે નિકળી ભરતી 1 - image

તા. 25 નવેમ્બર 2023, શનિવાર

Ministry of Education Recruitment 2023:  શિક્ષણ મંત્રાલય દ્વારા ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમા વિવિધ 39 પદો પર ભરતી કરવાની છે. જેમા કન્સલ્ટન્ટ, સીનિયર કન્સલ્ટન્ટ પદનો પણ સમાવેશ થાય છે. આ ભરતી અભિયાનમાં થોડા દિવસો પહેલા શરુ થઈ ગઈ છે જે હવે પુરી થવાની તૈયારીમાં છે. આ જગ્યા પર અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો તા. 28 નવેમ્બર સુધી અરજી કરી શકે છે. 

આ ભરતીમાં કુલ 39 પદ માટે જગ્યાઓ ભરવાની છે,જેમા એસએસએ પ્રોજેક્ટ માટે 26 કન્સલ્ટન્ટ, 7 સીનિયર કન્સલ્ટન્ટ, 4 ચીફ કન્સલ્ટન્ટ અને 2 પ્રિન્સિપાલ ચીફ કન્સલ્ટન્ટના પદનો સમાવેશ થાય છે. હાલમાં આ પદ માટે કરારનો સમયગાળો 2 વર્ષનો રાખવામાં આવ્યો છે. અને જરુર પડે તો 5 વર્ષ માટે વધારવામાં આવશે. 

યોગ્યતા

આ પદ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએએ સંબંધિત વિષય સાથે માસ્ટર ડિગ્રી હોવી જરુરી છે. તેમજ આ સાથે 3 વર્ષનો અનુભવ હોવો જરુરી છે. તેમજ સીનિયર કન્સલ્ટન્ટ માટે 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. અને ચીફ કન્સલ્ટન્ટ માટે 8 વર્ષનો અનુભવ હોવો જરુરી છે અને પ્રિન્સિપાલ ચીફ કન્સલ્ટન્ટ માટે 10 વર્ષનો અનુભવ હોવો જરુરી છે. 

વય મર્યાદા

કન્સલ્ટન્ટના પદ માટે ઉમેદવારની ઉંમર વધુમાં વધુ 35 વર્ષ, સીનિયર કન્સલ્ટન્ટ માટે 40 વર્ષે, ચીફ કન્સલ્ટન્ટ માટે 45 વર્ષ તેમજપ્રિન્સિપાલ ચીફ કન્સલ્ટન્ટ માટે 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ. 

અરજી ક્યા કરવાની..

ભરતી માટે અરજી કરનાર ઉમેદવારે અધિકૃત વેબસાઈટ edcilindia.co.in પર જઈને અરજી કરવી પડશે. ઉમેદવાર હોમ પેજ પર જઈ કરિયર સેક્શનના પેજ પર જઈ અરજી કરવાની રહેશે. 


Google NewsGoogle News