રક્ષા મંત્રાલયે 97 'તેજસ ફાઈટર જેટ'નો આપ્યો ઓર્ડર, જાણો તેની ખાસિયતો

Updated: Apr 13th, 2024


Google NewsGoogle News
રક્ષા મંત્રાલયે 97 'તેજસ ફાઈટર જેટ'નો આપ્યો ઓર્ડર, જાણો તેની ખાસિયતો 1 - image


Image: Facebook

રક્ષા મંત્રાલયે ભારતીય વાયુ સેના માટે સ્વદેશી 97 ફાઈટર જેટ (LCA Mk-1A) તેજસની ખરીદી માટે સરકારી એરોસ્પેસ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ને એક ટેન્ડર જારી કર્યું છે. રક્ષા અધિકારીઓએ આ વિશે જાણકારી આપી. આ યુદ્ધ વિમાનોની કિંમત લગભગ 67,000 કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે.

નવેમ્બરમાં પ્રોજેક્ટને મંજૂર અપાઈ હતી

તેજસ વિમાન હવાઈ યુદ્ધ અને આક્રમક એર સપોર્ટ મિશન માટે ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે જ્યારે રિકોનિસન્સ અને એન્ટિ-શિપ ઓપરેશન્સ તેનો સેકન્ડરી રોલ છે. નવેમ્બરમાં સંરક્ષણ સંપાદન પરિષદ (Defense Acquisition Council) એ ભારતીય વાયુ સેના (IAF) માટે 97 તેજસ જેટ ખરીદવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી હતી. DCA એ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા પોતાના એસયૂ-30 ફાઇટર કાફલાને અપગ્રેડ કરવાના ભારતીય વાયુસેનાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી. 

આ યુદ્ધ વિમાનની ખાસિયતો

- આ એક સ્વદેશી યુદ્ધ વિમાન છે, જેને હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ તૈયાર કર્યું છે.

- આ ખૂબ હળવુ અને મજબૂત કોમ્બેટ વિમાન છે, અમેરિકા પણ તેના વખાણ કરી ચૂક્યુ છે.

- રક્ષા નિષ્ણાતો અનુસાર તેજસ આઠથી નવ ટન વજન લઈ જઈ શકે છે.

- આ વિમાન સુખોઈની જેમ ઘણા પ્રકારના હથિયાર અને મિસાઈલ લઈ જઈ શકે છે.

- આ વિમાન ઈલેક્ટ્રોનિક રડાર, દ્રશ્ય શ્રેણીની બહાર (BVR) મિસાઈલ, ઈલેક્ટ્રોનિક વોરફેર (EW) સૂટ અને હવાથી હવામાં ઈંધણ ભરવા (AAR) ની મહત્વપૂર્ણ  ઓપરેશનલ ક્ષમતાઓથી સજ્જ છે. 

સૌથી મોટી ખાસિયત

- આ વિમાન એક સાથે 10 ટાર્ગેટને ટ્રેક કરીને હુમલો કરી શકે છે.

- આ વિમાનને ટેકઓફ માટે વધુ મોટા રનવેની જરૂર પડતી નથી.

- ઉલ્લેખનીય છે કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા, મલેશિયા સહિત ઘણા દેશ આ શક્તિશાળી યુદ્ધ વિમાનને ખરીદવામાં રસ દર્શાવી ચૂક્યા છે.

- વાયુસેનાએ 2021માં દુબઈ એર શો, 2022માં સિંગાપોર એર શો જેવા આંતરરાષ્ટ્રીય આયોજનોમાં આ વિમાનને પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.

- આ સિવાય વર્ષ 2017થી વર્ષ 2023 સુધી એરો ઈન્ડિયા શો સહિત વિભિન્ન આંતરરાષ્ટ્રીય આયોજનોમાં આ વિમાનની શક્તિને દર્શાવવામાં આવી છે.


Google NewsGoogle News