Get The App

Republic Day : પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ રાજ્યની ઝાંખીને સામેલ ન કરાતા મુખ્યમંત્રી ભડક્યાં, સંરક્ષણ મંત્રાલયે આપ્યું કારણ

દિલ્હીમાં કડકડતી ઠંડી વચ્ચે કર્તવ્ય પથ પર થનાર પરેડની તૈયારી શરુ થઈ ગઈ

પ્રજાસત્તાક દિવસે વિવિધ ઝાંખીઓની પસંદગી માટે એક સિસ્ટમ છે

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
Republic Day : પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ રાજ્યની ઝાંખીને સામેલ ન કરાતા મુખ્યમંત્રી ભડક્યાં, સંરક્ષણ મંત્રાલયે આપ્યું કારણ 1 - image


Republic Day : દેશમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસે (republic day) દિલ્હીની પરેડમાં રાજ્યોની ઝાંખી રજૂ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે કેટલાક રાજ્યોની ઝાંખીને સામેલ ન કરાતા તે રાજ્યોના મુખ્યમંત્રી ભડક્યા હતા. જો કે આ મામલે સંરક્ષણ મંત્રાલય (ministry of defence) દ્વારા ઝાંખીને સામેલ ન કરવાનું કારણ આપ્યું હતું.

દિલ્હીમાં પરેડની તૈયારી શરુ થઈ ગઈ

દેશમાં દર વર્ષે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી થાય છે ત્યારે દિલ્હીમાં કડકડતી ઠંડી વચ્ચે કર્તવ્ય પથ પર થનાર પરેડની તૈયારી શરુ થઈ ગઈ છે. દર વર્ષે આ પરેડમાં દરેક રાજ્યોની અલગ-અલગ થીમ પરની ઝાંખી રજૂ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે ઝાંખીને લઈને વિવાદ સર્જાયો  છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકારે દિલ્હી અને પંજાબ બાદ પ્રજાસત્તાક દિવસની પરેડ માટે પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા ઝાંખીના પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ સાથે જ રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. 

સંરક્ષણ મંત્રાલયે કરી સ્પષ્ટા

જો કે અંતે સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે કેટલાક મીડિયા રિપોર્ટમાં સમાચાર પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે કે પંજાબના સીએમ ભગવંત માને ગણતંત્ર દિવસની પરેડમાં પંજાબની ઝાંખીને સામેલ ન કરવા પર કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ રિપોર્ટમાં જાણી શકાય છે કે પંજાબના મુખ્યમંત્રીનું કહેવું છે કે આ વર્ષે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડમાં પંજાબની ઝાંખી સામેલ કરવામાં આવશે નહીં. કેન્દ્રએ પંજાબ સાથે ભેદભાવ કર્યો છે. આ સિવાય બીજા એક સમાચાર પણ પ્રકાશિત થયા છે જેમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રએ આઠ વર્ષમાં ત્રીજી વખત દીદીની પ્રિય યોજના (કન્યાશ્રી પ્રકલ્પ) પરની ઝાંખીને પ્રજાસત્તાક દિવસમાં સામેલ ન કરતા ફગાવી દીધી છે.

ઝાંખીને પસંદ કરવાની એક સિસ્ટમ છે 

પ્રજાસત્તાક દિવસે વિવિધ ઝાંખીઓની પસંદગી માટે એક સિસ્ટમ છે જેમાં સંરક્ષણ મંત્રાલય દરેક રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી ઝાંખી માટે દરખાસ્તો આમંત્રિત કરે છે. આ દરખાસ્તોનું મૂલ્યાકંન ઝાંખીઓની પસંદગી હેતું નિષ્ણાતોની બેઠકમાં કરવામાં આવે છે જેમાં કલા, સંસ્કૃતિ, ચિત્ર,શિલ્પ, સંગીત, સ્થાપ્ત્ય, કોરિયોગ્રાફી વગેરે ક્ષેત્રોની પ્રતિષ્ઠ વ્યક્તિઓ સામેલ હોય છે.

ઝાંખીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવે  છે

આ સમિતિ ભલામણ કરતા પહેલા વિષય, ડિઝાઈન અને તેની વિઝ્યુઅલ ઈફેક્ટના આધારે દરખાસ્તોની તપાસ કરે છે. પરેડના એકંદર સમયગાળામાં ઝાંખી માટે ફાળવવામાં આવેલા સમયને કારણે નિષ્ણાત સમિતિ દ્વારા ઝાંખીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવે છે, જેમાં પરેડમાં સર્વશ્રેષ્ઠ ઝાંખી સામેલ થાય છે. 

30માથી 15 રાજ્યોની જ પસંદગી થાય છે 

આ વર્ષે 2024ના પ્રજાસત્તાકના દિવસે પરેડમાં ભાગ લેવા માટે પંજાબ, પશ્ચિમ બંગાળ રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશો સહિત કુલ 30 રાજ્યોએ ઈચ્છા દર્શાવી હતી જેમાં ફક્ત 15થી 16 જેટલા રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોને પરેડમાં પોતાની ઝાંખી રજૂ કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. 

Republic Day : પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ રાજ્યની ઝાંખીને સામેલ ન કરાતા મુખ્યમંત્રી ભડક્યાં, સંરક્ષણ મંત્રાલયે આપ્યું કારણ 2 - image


Google NewsGoogle News