VIDEO: ભાજપ મંત્રીના પુત્ર અને વહુનો અકસ્માત; મર્સિડીઝ કારના ફૂરચાં ઊડી ગયા
Uttar Pradesh Accident : ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી નંદ ગોપાલ ગુપ્તા (Nand Gopal Gupta)ના પુત્ર અભિષેક અને વહુનો ગંભીર અકસ્માત થયો છે. તેઓ મર્સિડીઝ કારમાં આગરા-લખનઉ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં કારના ફૂરચાં ઉડી ગયા છે.
મંત્રીના પુત્ર અને વહુ હોસ્પિટલમાં દાખલ
મળતા અહેવાલો મુજબ અભિષેકની કાર હાઈવે પર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાઈ છે. આ દરમિયાન બંને રોડ પર ગંભીર સ્થિતિમાં જોવા મળ્યા છે. હાલ બંનેને લખનઉની મેદાંતા હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગમાં દાખલ કરાયા છે. સારવા બાદ બંનેની સ્થિતિ સામાન્ય હોવાના અને તેઓ ખતરામાંથી બહાર હોવાની માહિતી પણ મળી છે. આ અકસ્માત ઉત્તર પ્રદેશના કનૌજ જિલ્લામાં થયો હોવાની જાણકારી સામે આવી છે.
કાર બેકાબુ થઈ ડિવાઈડર સાથે અથડાઈ
અકસ્માત બાદ એવી માહિતી બહાર આવી છે કે, અભિષેક અને તેમની પત્ની કનિષ્કા ખાનગી કારમાં આગરા-લખનઉ હાઈવે પરથી જઈ રહ્યા હતા. કારમાં માત્ર બે લોકો હતા અને અભિષેક પોતે ગાડી ચલાવી રહ્યો હતો. એક્સપ્રેસ હાઈવે પર કાર 194 કિલોમીટરે પહોંચ્યા અચાનક બેકાબુ થઈ જતા ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેના બંને ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થયા બાદ અધિકારીઓ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ પણ વાંચો : વાયનાડના હૈયું ધ્રુજાવી નાંખે તેવા દ્રશ્યો; 100થી વધુ મોત, ઘર-રસ્તા-વાહનો તણાયા