મિલિંદ દેવરા શિંદેની શિવસેનામાં જોડાયા, કહ્યું- કોંગ્રેસ સાથેનો મારો મહત્ત્વનો અધ્યાય સમાપ્ત થયો

Updated: Jan 14th, 2024


Google NewsGoogle News
મિલિંદ દેવરા શિંદેની શિવસેનામાં જોડાયા, કહ્યું- કોંગ્રેસ સાથેનો મારો મહત્ત્વનો અધ્યાય સમાપ્ત થયો 1 - image


Milind Deora joins Shiv Sena :  પૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિંદ દેવરા (Milind Deora) મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શિવસેના (શિંદે જૂથ)માં જોડાયા છે. આજે સવારે જ તેમણે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું  આપ્યું હતું. તેમની સાથે મુંબઈ કોંગ્રેસના વિવિધ વિભાગોના અધિકારીઓ પણ શિવસેનામાં જોડાયા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મિલિંદ દેવરાને પાર્ટીનો ઝંડો આપીને શિવસેનાના સદસ્ય બનાવ્યા હતા. 

કોંગ્રેસમાંથી આપ્યું હતું રાજીનામું

આજે મિલિંદ દેવરાએ કોંગ્રેસ પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે આ માહિતી પોતાના સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. મિલિંદ દેવરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે 'આજે મારી રાજકીય કારકિર્દીનો એક મહત્ત્વનો અધ્યાય સમાપ્ત થયો છે. મેં કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. પક્ષ સાથે મારા પરિવારનો 55 વર્ષ જૂનો સંબંધ ખતમ થઈ ગયો છે અને હું બધા નેતાઓ, સહકાર્યકરો અને કાર્યકરોનો વર્ષોથી તેમના અતૂટ સમર્થન માટે આભારી છું.'

મિલિંદ દેવરા શિંદેની શિવસેનામાં જોડાયા, કહ્યું- કોંગ્રેસ સાથેનો મારો મહત્ત્વનો અધ્યાય સમાપ્ત થયો 2 - image


Google NewsGoogle News