Get The App

મહારાષ્ટ્ર ચૂંટણી: આદિત્ય ઠાકરેને ટક્કર આપવા એકનાથ શિંદેનો ખાસ પ્લાન, આ દિગ્ગજ નેતાને બનાવશે ઉમેદવાર

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્ર ચૂંટણી: આદિત્ય ઠાકરેને ટક્કર આપવા એકનાથ શિંદેનો ખાસ પ્લાન, આ દિગ્ગજ નેતાને બનાવશે ઉમેદવાર 1 - image


Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણી 2024ને લઈને શિવસેના(ઉદ્ધવ) અને શિવસેના(શિંદે) વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળી શકે છે. હવે ચૂંટણીને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, મુંબઈની વરલી બેઠક પરથી શિવસેના(ઉદ્ધવ)ના આદિત્ય ઠાકરે સામે શિવસેના(શિંદે) પોતાના ઉમેદવાર તરીકે મિલિંદ દેવરાને મેદાનમાં ઉતારી શકે છે.

વરલી બેઠક પરથી મિલિંદ દેવરાને મેદાનમાં ઉતારી શકે છે એકનાથ શિંદે

હાલમાં આ અંગે પક્ષમાં ચર્ચાઓ અને મંથન ચાલી રહ્યું છે. એકનાથ શિંદેએ મિલિંદ દેવરા સહિત પક્ષના તમામ મોટા નેતાઓ સાથે વાત કરી છે. જો કે હજુ આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. મુંબઈની વરલી બેઠક પર ઉમેદવારીને લઈને મિલિંદ દેવરાના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ અંગે પક્ષની અંદર ચર્ચા અને વિચાર-વિમર્શ કરવામાં આવી રહ્યો છે. જો કે અંતિમ નિર્ણય પક્ષ જ લેશે. 

અગાઉ પણ મુંબઈથી સાંસદ રહી ચૂક્યા છે મિલિંદ દેવરા

અહીં તમને જણાવી દઈએ કે, લોકસભાની ચૂંટણી પહેલા મિલિંદ દેવરા કોંગેસ છોડીને શિવસેના(શિંદે)માં સામેલ થયા હતા. મિલિંદ બે વખત મુંબઈ દક્ષિણથી સાંસદ રહી ચૂક્યા છે. અને હાલમાં તે રાજ્યસભાના સાંસદ છે. તેમના પિતા મુરલી દેવરા મુંબઈના મેયર અને કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. 

આદિત્ય ઠાકરે આપશે ટક્કર

આદિત્ય ઠાકરેએ પહેલી વખત વર્ષ 2019માં વરલી બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી હતી. તેણે NCPના ઉમેદવાર સુરેશ માણેને 67 હજારથી વધારે મતથી હરાવ્યા હતા. એ વખતે મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપની ગઠબંધન સરકાર હતી.  છેલ્લી ચૂંટણીમાં MNSએ આદિત્ય ઠાકરે સામે ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો. આ સ્થિતિમાં જો મિલિંદ દેવરા મેદાનમાં ઉતરશે તો મુકાબલો જોરદાર રહેશે. 

આ પણ વાંચો : વિપક્ષના 'ચાણક્ય' ગણાતાં શરદની માયાજાળ, 30 વર્ષ બાદ શું ફરી બનશે મુખ્યમંત્રી? ચર્ચા શરૂ 

20 નવેમ્બરે મહારષ્ટ્રમાં યોજાશે ચૂંટણી 

મહારષ્ટ્રમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં 288 બેઠકો પર મતદાન યોજાશે. જ્યારે 23મી નવેમ્બરે પરિણામ જાહેર થશે. આ દરમિયાન બન્ને ગઠબંધનમાં બેઠકની વહેંચણી અંગેનો નિર્ણય અંતિમ તબક્કામાં છે. મહાયુતિમાં 10 બેઠક પર મડાગાંઠ છે, તો બીજી તરફ મહાવિકાસ અઘાડીમાં 20-25 બેઠકો પર વિવાદ ચાલી રહ્યો છે.

મહારાષ્ટ્ર ચૂંટણી: આદિત્ય ઠાકરેને ટક્કર આપવા એકનાથ શિંદેનો ખાસ પ્લાન, આ દિગ્ગજ નેતાને બનાવશે ઉમેદવાર 2 - image


Google NewsGoogle News