'4 દિવસમાં મળેલા પ્રેમ, સમર્થનથી અભિભૂત', ભારતનો આભાર વ્યક્ત કરતું ઈઝરાયલનું ટ્વિટ વાયરલ

ઈઝરાયલના અત્યાર સુધી 1200થી વધુ લોકો તો ગાઝામાં પણ હજારો લોકોના મોત થયા

દુનિયાના મોટાભાગના દેશોએ ઈઝરાયલને સમર્થન આપ્યું છે અને હમાસના આતંકી હુમલાની ટીકા કરી હતી

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
'4 દિવસમાં મળેલા પ્રેમ, સમર્થનથી અભિભૂત', ભારતનો આભાર વ્યક્ત કરતું ઈઝરાયલનું ટ્વિટ વાયરલ 1 - image

ઈઝરાયલ અને ગાઝા પટ્ટીમાં સંચાલિત હમાસ સંગઠન વચ્ચેના યુદ્ધમાં ચારેકોર વિનાશ અને મૃત્યુનો ખડકલો સર્જાયો છે. ઈઝરાયલના અત્યાર સુધી 1200થી વધુ લોકો તો ગાઝામાં પણ હજારો લોકોના મોત થયા છે. આ દરમિયાન દુનિયાના મોટાભાગના દેશોએ ઈઝરાયલને સમર્થન આપ્યું છે અને હમાસના આતંકી હુમલાની ટીકા કરી હતી. દરમિયાન ભારત તરફથી જે સમર્થન મળ્યું તેને લઈને ઈઝરાયલ તરફથી પ્રતિક્રિયા આવી છે. જે ચર્ચાનો વિષય બની ગઇ છે. 

ઈઝરાયલનું વાયરલ ટ્વિટ 

ભારતે હમાસ વિરુદ્ધ યુદ્ધમાં ઈઝરાયલને દૃઢ સમર્થનનો વાયદો કર્યો હતો. આ દરમિયાન ભારતમાં આવેલા ઈઝરાયલી દૂતાવાસે એક મેસેજ આપ્યો છે જે વાયરલ થઈ રહ્યો છે. તેમાં ટ્વિટર પર લખવામાં આવ્યું છે કે આભાર ભારત! તમારા તરફથી છેલ્લા 4 દિવસમાં મળેલાં અતૂટ પ્રેમ અને સમર્થનથી અમે અભિભૂત છીએ. અમે તમને જણાવવા માગીએ છીએ કે અમે આપ સૌને વ્યક્તિગત રીતે ભલે જવાબ ન આપી શકીએ પણ તમારા સ્નેહ અને સમર્થન દર્શાવતા સંદેશાને અમે વાંચી રહ્યા છીએ. આતંકવાદ સામેની આ લડાઈમાં અમે જરૂર જીતીશું. 

લેબેનોન સાથે પણ સંઘર્ષ શરૂ 

બીજી બાજુ લેબેનોનની સરહદે પણ ઈઝરાયલે ગોલન હાઈટ્સમાં ઈઝરાયલી ટેન્ક તહેનાત કરી દીધા છે. મંગળવારે દક્ષિણ લેબેનોન તરફથી ઈઝરાયલ પર રોકેટ હુમલા કરાયા હતા. જેના બાદ ઈઝરાયલે હિઝબુલ્લાહના ઠેકાણાઓને પણ નિશાન બનાવીને જવાબી કાર્યવાહી કરી હતી. 

'4 દિવસમાં મળેલા પ્રેમ, સમર્થનથી અભિભૂત', ભારતનો આભાર વ્યક્ત કરતું ઈઝરાયલનું ટ્વિટ વાયરલ 2 - image

 


Google NewsGoogle News