Get The App

દર બે કલાકે આપો રિપોર્ટ: કાયદો વ્યવસ્થાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રાલયનો તમામ રાજ્યોને કડક આદેશ

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
દર બે કલાકે આપો રિપોર્ટ: કાયદો વ્યવસ્થાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રાલયનો તમામ રાજ્યોને કડક આદેશ 1 - image


Kolkata Doctor Rape And Murder Case : કોલકાતામાં ટ્રેની ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસ મામલે દેશભરમાં ડૉક્ટરો અને વિદ્યાર્થીઓ ઘણા દિવસથી આંદોલન કરી રહ્યા છે. આ વિરોધ-પ્રદર્શનના કારણે ઘણી હોસ્પિટલોમાં પણ અવ્યવસ્થા સર્જાઈ છે, ત્યારે હવે આ બાબતને ધ્યાને રાખી કેન્દ્રીય ગૃહમંત્રાલયએ તમામ રાજ્યોને આદેશ મોકલ્યો છે. મંત્રાલયે તમામ રાજ્યની પોલીસને ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ અને અન્ય લોકોના દેખાવો મામલો દર બે કલાકે રિપોર્ટ આપવા આદેશ આપ્યો છે. 

પોલીસને દર બે કલાકે રિપોર્ટ આપવા આદેશ

મળતા અહેવાલો મુજબ કેન્દ્રીય ગૃહમંત્રાલયે પોલીસ દળને મોકલેલા આદેશ કહ્યું છે કે, તમામ રાજ્યો વિરોધ પ્રદર્શનને ધ્યાને રાખી લૉ એન્ડ ઑર્ડર પર નજર રાખે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો રિપોર્ટ આજથી દર બે કલાકે ફેક્સ, ઈ-મેઈલ, વૉટ્સએપ દ્વારા નવી દિલ્હી સ્થિતિ ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમને મોકલવામાં આવે. ગૃહમંત્રાલયે રાજ્યોના પોલીસ દળને ફેક્સ, વૉટ્સએપ નંબર તેમજ ઈ-મેઈલ આઈડી પણ આપી છે. આના પર તેઓએ દર બે કલાકો રિપોર્ટ મોકલવાનો રહેશે. આ આદેશ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે.

દર બે કલાકે આપો રિપોર્ટ: કાયદો વ્યવસ્થાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રાલયનો તમામ રાજ્યોને કડક આદેશ 2 - image

ગૃહ મંત્રાલય દેખાવો મુદ્દે ચિંતિત

વાસ્તવમાં કોલકાતામાં ટ્રેની ડૉક્ટર પર કથિત દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરવાની ઘટના બાદ દેશભરમાં રોષ ભભુક્યો છે. જેના વિરોધમાં ડૉક્ટરો અને મેડિકલ કર્મચારીઓ કેટલાક દિવસથી દેખાવો કરી રહ્યા હોવાથી આરોગ્ય સુવિધાને અસર પડી છે. હવે આ મામલે ગૃહમંત્રાલયે આ આદેશ જાહેર કર્યો છે. દેખાવો કરનારાઓનું કહેવું છે કે, આરોગ્ય કર્મચારીઓ વિરુદ્ધ થતી હિંસાની તપાસ કરવા માટે કાયદો બનાવવામાં આવે. આ અંગે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે, જેમાં ડૉક્ટરોની સુરક્ષા સંબંધિત માંગણીઓ પૂરી કરવાની અપીલ કરી છે. આ ઉપરાંત અન્ય ઘણી માંગણીઓ પણ કરવામાં આવી છે.

દર બે કલાકે આપો રિપોર્ટ: કાયદો વ્યવસ્થાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રાલયનો તમામ રાજ્યોને કડક આદેશ 3 - image

દર બે કલાકે આપો રિપોર્ટ: કાયદો વ્યવસ્થાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રાલયનો તમામ રાજ્યોને કડક આદેશ 4 - image


Google NewsGoogle News