ગુજરાત સહિત 17 રાજ્યોનું હવામાન વિભાગે જાહેર કર્યું લેટેસ્ટ અપડેટ, જાણો ક્યાં થશે ધોધમાર વરસાદ

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
 weather update


Monsoon Update: દેશના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ દિલ્હીમાં ઓલ્ડ રાજેન્દ્ર નગર સ્થિત પ્રચલિત રાવ IAS કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાતાં ત્રણ વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે.

આ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (28મી જુલાઈ) ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત ઘણાં રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ભારતના રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. ઝારખંડ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ઓડિશાના 14 થી વધુ જિલ્લાઓમાં ભારે પડી શકે છે. જ્યારે ઝારખંડમાં પણ આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાની ગતિ ધીમી પડી, 24 કલાકમાં 66 તાલુકામાં વરસાદ, આજે આ જિલ્લામાં એલર્ટ


ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો

ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ઘણી નદીઓમાં ઘોડાપૂર આવ્યો છે. અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. લગભગ એક લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે અનેક જળાશયોના જળસ્તરમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન મધ્યપ્રદેશ અને ઓડિશામાં મધ્યમથી ભારે વરસાદ થયો છે. મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ રાજસ્થાન, ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઝારખંડના ભાગો અને ગંગાના પશ્ચિમ બંગાળમાં કેટલાક સ્થળોએ ભારે ધોધ સાથે વરસાદ થયો હતો.

ઉત્તરાખંડના 6 જિલ્લામાં એલર્ટ

ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આજે પણ હવામાન વિભાગે ચમોલી, પિથોરાગઢ, રૂદ્રપ્રયાગ, નૈનીતાલ, દેહરાદૂન અને ઉત્તરકાશીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, 31મી જુલાઇ સુધી રાજ્યના ઘણાં જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાત સહિત 17 રાજ્યોનું હવામાન વિભાગે જાહેર કર્યું લેટેસ્ટ અપડેટ, જાણો ક્યાં થશે ધોધમાર  વરસાદ 2 - image



Google NewsGoogle News