Get The App

મણિપુરમાં ભારેલો અગ્નિ! મૈતેઈ સંગઠનોએ NDAનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- '24 કલાકમાં...'

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
મણિપુરમાં ભારેલો અગ્નિ! મૈતેઈ સંગઠનોએ NDAનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- '24 કલાકમાં...' 1 - image


Image Source: Twitter

Manipur Violence: મણિપુરમાં ફરીથી ભડકેલી હિંસા બાદ વાતાવરણ ખૂબ જ તંગ છે. આ વચ્ચે મૈતેઈ સમુદાયના નાગરિક સંગઠનોએ NDA ધારાસભ્યોના એ પ્રસ્તાવને ફગાવી દીધો છે, જેમાં કુકી આતંકવાદી જૂથો સામે નક્કર પગલાં લેવાનું આહવાન કરવામાં આવ્યું હતું. રાજ્યની સત્તારુઢ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ના ધારાસભ્યોએ સોમવારે રાત્રે એક બેઠક કરીને એક પ્રસ્તાવ પસાર કર્યો હતો, જેમાં જીરીબામ જિલ્લામાં ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકોની હત્યા માટે જવાબદાર કુકી આતંકવાદીઓ સામે 7 દિવસની અંદર મોટા પાયે ઓપરેશન ચલાવવાનું આહવાન કર્યું હતું. આ બેઠકમાં 27 ધારાસભ્યોએ હાજરી આપી હતી પરંતુ મૈતેઈ સમુદાયના નાગરિક સંગઠનોએ તેને ફગાવી દીધો અને સરકારને 24 કલાકની અંદર કુકી આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે.

6 નિર્દોષ મહિલાઓ અને બાળકોની હત્યા માટે કુકી આતંકવાદીઓ જવાબદાર 

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 6 નિર્દોષ મહિલાઓ અને બાળકોની હત્યા માટે જવાબદાર કુકી આતંકવાદીઓ વિરુદ્ધ સાત દિવસની અંદર એક મોટા પાયે ઓપરેશન શરૂ કરવામાં આવશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું કે, 6 નિર્દોષ મહિલાઓ અને બાળકોની હત્યા માટે જવાબદાર કુકી આતંકવાદીઓને સાત દિવસમાં 'ગેરકાયદેસર સંગઠન' જાહેર કરવામાં આવે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, આ કેસને તાત્કાલિક તપાસ માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવામાં આવે.

આ પણ વાંચો: મણિપુરમાં હિંસાનો જ્વાળામુખી: BJP-કોંગ્રેસના કાર્યાલયમાં લૂંટ, MLAના ઘરમાં આગચંપી, એકનું મોત

મંત્રીઓ અને ધારાસભ્યોની મિલકતો પર હુમલાની નિંદા કરી

નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર 14 નવેમ્બરના આદેશ પ્રમાણે તાત્કાલિક અસરથી AFSPA (આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ)ના અમલીકરણની સમીક્ષા કરશે. આ ઉપરાંત જો આ પ્રસ્તાવોને નિર્ધારિત સમયગાળામાં લાગુ કરવામાં નહીં આવે, તો NDAના તમામ ધારાસભ્યો મણિપુરના લોકો સાથે પરામર્શ કરીને આગળની કાર્યવાહી નક્કી કરશે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે મણિપુરમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો શક્ય તેટલી વહેલી તકે તમામ જરૂરી પગલાં લેશે. ધારાસભ્યોએ મંત્રીઓ અને ધારાસભ્યોની મિલકતો પર હુમલાની પણ નિંદા કરી હતી.

મુખ્યમંત્રી સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઉચ્ચ-સત્તાવાળી સમિતિના તારણોના આધાર પર બદમાશો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ વચ્ચે પાડોસી રાજ્ય આસામે મણિપુર સાથેની પોતાની સરહદ સીલ કરી દીધી છે. તેમને ડર છે કે ક્યાંત તેમના રાજ્યમાં પણ હિંસા ન ફેલાઈ જાય. આસામ પોલીસે રાજ્યની સરહદ પર કમાન્ડો તહેનાત કરી દીધા છે અને કહ્યું છે કે અમારી પાસે બેડ એલિમેન્ટ્સના બોર્ડર પાર કરવાની પ્રયાસ અંગેના ઈનપુટ છે.

આ પણ વાંચો: મણિપુર ફરી ભડકે બળ્યુ : બિરેનસિંહની ભાજપ સરકારની ઘોર નિષ્ફળતા

છ લોકોની હત્યાથી આ હિંસા ફરી ભડકી ઉઠી

તમને જણાવી દઈએ કે, ગત વર્ષે મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે જાતિય હિંસા ફાટી નીકળી હતી. ત્યારથી મણિપુરમાં અશાંતિ છે. આ મહિનાની શરૂઆતમાં જીરીબામ જિલ્લામાં મહિલાઓ અને બાળકો સહિત છ લોકોની હત્યાથી આ હિંસા ફરી ભડકી ઉઠી છે. ત્યારબાદ હિંસાનો નવો તબક્કો શરૂ થયો છે. તેનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે વધુ સુરક્ષા દળો મોકલવા પડ્યા છે. 

મુખ્યમંત્રીના રાજીનામાની માગ 

આ ઘટનાને રાજ્યમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ છે. એન બિરેન સિંહના નેતૃત્વ વાળી ભાજપ સરકાર પણ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે કારણ કે લોકો હવે મુખ્યમંત્રીના રાજીનામાની માગ કરી રહ્યા છે. બિરેન સિંહ સરકારમાં સામેલ કોનાર્ડ સંગમાની પાર્ટી નેશનલ પીપલ્સ પાર્ટીએ સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે. ત્યારબાદ જ મુખ્યમંત્રીએ સોમવારે NDA ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી પરંતુ 38 માંથી 11 ધારાસભ્યો આ બેઠકમાં સામેલ નહોતા થયા. 



Google NewsGoogle News