કુદરતનો કહેર! ભારતના આ રાજ્યમાં વરસાદ બન્યો આફત, પૂર બાદ ભયાનક ભૂસ્ખલન થતાં 10નાં મોત
Meghalaya Landslide Flash Floods Update: મૂશળધાર વરસાદ અને પૂર જેવી વિકટ સ્થિતિ ભારતના અનેક રાજ્યોમાં જોવા મળી રહી છે ત્યારે હવે આ યાદીમાં મેઘાલયનું નામ પણ સામેલ થઈ ગયું છે. મેઘાલયમાં પૂરના કારણે ચારેકોર હાહાકાર મચી ગયો છે. ભારે વરસાદને કારણે અહીં પૂર બાદ ભૂસ્ખલન પણ જોવા મળ્યું. અહેવાલ અનુસાર મેઘાલયમાં છેલ્લા 24 કલાકમાં 10 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.
Search operation is still ongoing at Hatiasia Songma under Gasuapara in South Garo Hills to retrieve the bodies of 7 members of a family who have been buried alive in a landslide. pic.twitter.com/uhOCaDnyQl
— CMO Meghalaya (@CMO_Meghalaya) October 5, 2024
એક જ પરિવારના 7 લોકોના મોત
અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે મેઘાલયની દક્ષિણી ગારો પહાડીઓમાં ભારે ભૂસ્ખલન થયું છે. આ સાથે જ ગેસુઆપરા વિસ્તારમાં પણ ભૂસ્ખલનના સમાચાર આવી રહ્યા છે. બીજી બાજુ હાથિયાસિયા સોંગમામાં ભૂસ્ખલનને કારણે એક જ પરિવારના 7 લોકો મૃત્યુ પામ્યા હતા. ભૂસ્ખલન વખતે એક ઘરમાં 3 સગીર સહિત 7 લોકો હાજર હતા. ભૂસ્ખલન બાદ આ તમામ લોકો ભૂસ્ખલનના કાટમાળ નીચે દટાઈ જતાં મૃત્યુ પામ્યા હતા.
5 જિલ્લાઓ પર હજુ ખતરો
મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે સંગમાનું કહેવું છે કે ગારો હિલ્સની વચ્ચે આવેલા 5 જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. આવી સ્થિતિમાં તમામ જિલ્લા પૂરની લપેટમાં છે. આ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી છે. જ્યારે ડાલુમાં ભૂસ્ખલનને કારણે 3 લોકોનાં મોત નીપજ્યાં હતા. જ્યારે હાથિયાસિયા સોંગમામાં પણ 7 લોકોએ જીવ ગુમાવ્યા.
NDRF અને SDRFની ટીમો બચાવ કાર્યમાં લાગી
અહેવાલ મુજબ, રાજ્યના મુખ્યમંત્રીએ ભૂસ્ખલનમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે. ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોને કાટમાળમાંથી બચાવવાનું કામ ચાલી રહ્યું છે.