ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની સેલ્ફી પર PM મોદીએ આપ્યો આ રિપ્લાય...
Image- Giorgia Meloni Twitter
નવી દિલ્હી,તા. 2 ડિસેમ્બર 2023,શનિવાર
દુબઈમાં COP28 સમિટ દરમિયાન PM નરેન્દ્ર મોદીએ ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ સેલ્ફી પણ લીધી હતી. ઈટાલીના PM એ સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ સેલ્ફી શેર કરતી વખતે ઈટાલીના નેતાએ લખેલું હેશટેગ અને કેપ્શન હવે વાયરલ થઈ રહ્યું છે.
હવે PM મોદીએ આપ્યો રિપ્લાઇ
પીએમ મોદી સાથે લીધેલી સેલ્ફીનો ફોટો શેર કરતા મેલોનીએ લખ્યું કે, કોપ 28માં સારા મિત્રો. તેણે પોતાનું નામ અને PM મોદીના નામને જોડીને #Melodi બનાવી છે. આ ફોટો પર પ્રતિક્રિયા આપતા પીએમ મોદીએ લખ્યું કે, મિત્રોને મળવું હંમેશા સુખદ હોય છે.
પીએમ મોદીએ અગાઉ પણ એક તસવીર શેર કરી હતી.તેમા કેપ્શન આપ્યુ હતુ કે, કોપ 28ના ઇતર મેલોની મળ્યો. આ દરમિયાન ભારત અને ઈટાલી વચ્ચે સારા ભવિષ્ય માટે સહયોગી પ્રયાસો વિશે ચર્ચા થઈ હતી.
PM મોદી કયા નેતાઓને મળ્યા?
PM મોદીએ COP-28 દરમિયાન ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્જોગ, UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન, જોર્ડનના રાજા અબ્દુલ્લા II, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, બ્રિટેનના વડા પ્રધાન ઋષિ સુનાકને મળ્યા હતા.
આ સિવાય બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લુલા ડી સિલ્વા, ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, બ્રિટિશ વિદેશ મંત્રી ડેવિડ કેમરોન, બ્રિટેનના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર, તુર્કીના રાષ્ટ્રપતિ આરટી એર્દોઆન, સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસન અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને તેમજ ગુયાનાના પ્રમુખ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી વગેરે જેવા નેતાઓને પણ મળ્યા.
મહત્વનું છેકે, ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ જ્યારથી તસવીર શેર કરી છે ત્યારથી લોકો તેના પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. બંને નેતાઓના આ ફોટા પર હજારો લોકો કોમેન્ટ કરી રહ્યા છે. આના પર ઘણા લોકોએ ફની કમેન્ટ્સ પણ કરી છે. ટ્વિટર પર આ તસવીર શેર થયા બાદ 'મેલોડી' એક ટ્રેન્ડ બની ગઈ છે.