'યોગીરાજમાં સાઈકલ પણ સુરક્ષિત નથી'... જાણો શા માટે સપા MLA એ આવુ કહ્યુ
નવી દિલ્હી, તા. 25 ડિસેમ્બર 2022 રવિવાર
સમાજવાદી પાર્ટીના કદાવર નેતા અને ધારાસભ્ય અતુલ પ્રધાનની સાઈકલ ચોરી થઈ ગઈ છે. મેરઠની સરધના બેઠક પરથી ધારાસભ્ય અતુલ પ્રધાને જણાવ્યુ કે યોગીરાજમાં તેમની સાઈકલ પણ સુરક્ષિત નથી એટલુ જ નહીં ચોરીના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, પરંતુ વીડિયો વાયરલ થવા છતાં છેલ્લા 20 કલાકમાં મેરઠ પોલીસ સપા ધારાસભ્યની સાઈકલ શોધી શકાઈ નથી.
ઉલ્લેખનીય છેકે વિપક્ષમાં બેસેલી સપા વારંવાર સરકારને કાયદા વ્યવસ્થાના મુદ્દે ઘેરતી જોવા મળે છે. મેરઠના સરધનાના સપા ધારાસભ્ય અતુલ પ્રધાન થાના વિસ્તારમાં રહે છે. તેમનો પુત્ર સાઈકલ લઈને સ્ટેશનરીની દુકાને સામાન લેવા ગયો હતો પરંતુ આ દરમિયાન તેની સાઈકલ ચોરાઈ ગઈ. સાઈકલ ચોરીના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જે બાદ સપાની સાઈકલ ચોરી ટેગ લાઈન સાથે વીડિયો ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે.
સપા ધારાસભ્ય અતુલ પ્રધાને પોલીસે પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે પોલીસની કામગીરી સામે પ્રશ્ન કર્યા છે. તેમની સાઈકલ ચોરી થઈ છે અને પોલીસને જાણ કરવા છતાં હજુ સુધી શોધી શકાઈ નથી તેમ તેમનું કહેવુ છે.