સ્ટેજ પર જયમાલા દરમિયાન વર-કન્યાએ એકબીજાને થપ્પડ ઝડ્યા, જાન લીલા તોરણે પાછી ગઇ
Image:Freepik
નવી મુંબઇ,તા. 6 માર્ચ 2024, બુધવાર
વિશ્વભરના દરેક સમાજમાં પુરુષ અને સ્ત્રીના સહજીવનની શરુઆત વિધિથી લગ્નથી શરુ થાય છે. લગ્નપ્રથા આદિકાળથી ચાલતી આવી છે, જેમાં જ્ઞાતિમાં કે આંતરજ્ઞાતિય લગ્નો થાય છે. લગ્ન એ સમાજનું એક અંગ છે.આજના યુગલો લગ્નને લઇને ઘણા સપનાઓ જોતા હોય છે. ત્યારે લગ્નના દિવસે જ કોઇ કારણોસર લગ્ન તુટી જવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આવી જ એક ઘટના પ્રકાશમા આવી છે.
મેરઠના દૌરાલા પોલીસ સ્ટેશન વિસ્તારના સરસવા ગામમાં રહેતી યુવતી દિલ્હીમાં ખાનગી નોકરી કરે છે. દિલ્હીના એક યુવક સાથે પ્રેમ થઇ ગયો અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. પરિવારના સભ્યો પણ આ લગ્ન માટે સંમત થયા હતા. લગ્નની તારીખ 4 ફેબ્રુઆરી સોમવાર નક્કી કરવામાં આવી હતી. વરરાજા જાન સાથે દૌરાલાના સરસવા ગામે પહોંચ્યો.
દિલ્હીથી જાન ખૂબ જ ધામધૂમથી આવી હતી, પરંતુ રસમો શરૂ થતાં જ તેમાં વિલંબ થવા લાગ્યો. આ બાબતે વર અને કન્યા વચ્ચે ઝઘડો પણ થયો હતો. કેટલાક લોકોએ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો. આટલુ જ નહીં જયમાલાના સમયે પણ સ્ટેજ પર જયમાલા મોડી આવી. જેને લઇને બંને વચ્ચે બોલાચાલી થઈ.
સ્ટેજ પર જયમાલા દરમિયાન વર-કન્યાએ એકબીજાને થપ્પડ મારવા લાગ્યા. મેરઠમાં પ્રેમીઓએ એકબીજાનો હાથ પકડીને જીવનભર સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી, પરંતુ એ જ હાથે એકબીજા પર દુશ્મનોની જેમ હુમલો કર્યો હતો. મતલબ કે એક પ્રેમ કહાની પૂરી થાય તે પહેલા જ અધૂરી રહી ગઈ. પરિવારના સભ્યો પણ સામસામે આવી ગયા હતા.
પોલીસ આવી હતી, પરંતુ ફરિયાદ નોંધવાને બદલે સમાધાન થઈ ગયું
કોઈએ વિચાર્યું ન હતું કે લવ સ્ટોરી આ રીતે વિખેરાઈ જશે. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે વિસ્તારના કેટલાક લોકોએ મામલો સંભાળ્યો હતો. છોકરીના પક્ષે લગ્નનો ખર્ચ માંગવાનું શરૂ કર્યું અને વર પક્ષે પણ ખર્ચ આપવા સંમતિ આપી. દૌરાલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઉત્તમ સિંહ રાઠોડનું કહેવું છે કે, બંને પક્ષોએ ફરિયાદ નોંધાવી ન હતી અને બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું. પોલીસ ઘટનાસ્થળે ગઈ પરંતુ બંને પક્ષ કોઈ કાર્યવાહી કરવા માંગતા ન હતા.