યુપીમાં ચોંકાવનારી ઘટના, દરગાહની જગ્યાએ મંદિર બની ગયું? તપાસ માટે તંત્રમાં દોડધામ મચી
AI Image |
Meerut Hanuman Temple And Mazar Case : યુપીના મેરઠમાં એક મઝાર સ્થળ પર હનુમાન મંદિર બનાવવાના દાવાને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટે તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર મામલે આજે શનિવારે પોલીસે જણાવ્યું હતું કે, 'મેરઠ જિલ્લા મેજિસ્ટ્રેટે કાંકરખેડા વિસ્તારમાં મઝાર સ્થળ પર હનુમાન મંદિરની સ્થાપનાના દાવાઓની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.'
મઝારને બદલે મંદિર બનાવ્યું?
મીડિયા અહેવાલ મુજબ, થોડા દિવસો પહેલા નવા મંદિરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓએ આ બાબત પર ધ્યાન આપ્યું હતું. તેવામાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે બાંધકામ સ્થળના ઇતિહાસ અને અગાઉ ત્યાં કોઈ મઝાર હતી કે નહી તેની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.
આ પણ વાંચો : VIDEO : રાજસ્થાનમાં ધાર્મિક સરઘસમાં પથ્થરમારો, તણાવ બાદ બજાર બંધ, ભાજપ ધારાસભ્યના ધરણાં
ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે તપાસ માટે કમિટી બનાવી
પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, 'ત્યાં કોઈ મઝાર નહોતું, ત્યાં એક ખાલી રૂમ હતો. જિલ્લા મેજિસ્ટ્રેટે અધિકારીઓ અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટને તપાસ સોંપીને સાત દિવસમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે. રિપોર્ટ મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.'
હનુમાનજીની મૂર્તિને એક નાનકડા રૂમમાં મૂકી પૂજા કરી?
મળતી માહિતી પ્રમાણે, કાંકરખેડાના આદર્શ કોલોની વિસ્તારની બહાર કેટલાક સ્થાનિક લોકોએ ભગવાન હનુમાનજીની મૂર્તિને એક નાનકડા રૂમમાં મૂકીને પૂજા કરવાનું શરૂ કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, કેટલાક રહેવાસીઓએ દાવો કર્યો હતો કે, આ રૂમ એક સમયે મઝાર હતી.
આ પણ વાંચો : VIDEO | મોટી દુર્ઘટના, યુપીમાં 3 માળનું મકાન ધરાશાયી, 10થી વધુ લોકો દટાયાની આશંકા
વિવાદિત સ્થળ પર પોલીસ તૈનાત
તેમણે કહ્યું હતું કે, પ્રતિમાની સ્થાપના અને ત્યારપછીની ઉજવણીથી વિસ્તારમાં તણાવ ઊભો થયો હતો. મંદિરનો વીડિયો સામે આવ્યા પછી દૌરાલા સર્કલ ઓફિસર સહિતના સ્થાનિક અધિકારીઓએ આ મામલાની તપાસ કરવા માટે સ્થળની મુલાકાત લીધી હતી. જેમાં પોલીસે નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજની પણ સમીક્ષા કરી હતી. તકેદારીના પગલારૂપે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.