NEET-PGની પરીક્ષા સમાપ્ત થઈ જશે! NMCએ આપ્યા સંકેત, મેડિકલ સ્ટુડન્ટ્સની રજાઓના નિયમ બદલ્યાં

આ નવા નિયમનો અમલ પણ શરુ કરી દેવામાં આવ્યો

મેડિકલના સ્ટુડન્ટોએ હવે ફુલ ટાઈમ રેસિડેન્ડ ડૉક્ટર તરીકે કામ કરવું પડશે

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
NEET-PGની પરીક્ષા સમાપ્ત થઈ જશે! NMCએ આપ્યા સંકેત, મેડિકલ સ્ટુડન્ટ્સની રજાઓના નિયમ બદલ્યાં 1 - image


Medical Students Leave Regultions :  દેશભરના મેડિકલ સ્ટુડન્ટ માટે મહત્વના સામાચાર સામે આવી રહ્યા છે જેમાં  સ્ટુડન્ટના વર્કિંગ અને રજાઓને લઈને નવા નિયમ બનાવવામાં આવ્યા છે જેનો અમલ પણ શરુ કરી દેવામાં આવ્યો છે. 

વીકલી ઓફને લઈને સૂચના જાહેર કરવામાં આવી

નેશનલ મેડિકલ કમિશન  (NMC)એ મેડિકલમાં અભ્યાસ કરતા  સ્ટુડન્ટની લાઈફને થોડી સરળ બનાવવા માટે આ નિર્ણય કર્યો છે જેમાં સ્ટુડન્ટ હવે દર વર્ષે શૈક્ષણિક રજાઓ ઉપરાંત ઓછામાં ઓછી 20 વીકલી ઓફ (weekly off) લઈ શક્શે. આ આદેશને લઈને એક સૂચના જાહેર કરીને મેડિકલ કોલેજો અને યુનિવર્સિટીઓને મોકલવામાં આવી છે અને તેમને આ નવા નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ નિર્ણય તણાવ ઓછો કરવા લેવાયો

સૂત્રોના જણાવ્યા અનુસાર નેશનલ મેડિકલ કમિશન (NMC)ની બેઠકમાં એ પણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મેડિકલ સ્ટુડન્ટે તેમના અભ્યાસક્રમ દરમિયાન 3 મહિના જિલ્લા હોસ્પિટલમાં પસાર કરવાના રહેશે. આ ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) કોર્સમાં પ્રવેશ માટે કાઉન્સેલિંગ હવે સરકારી એજન્સીઓ દ્વારા ઓનલાઈન કરવામાં આવશે તેમજ મેડિકલના  સ્ટુડન્ટોએ હવે ફુલ ટાઈમ રેસિડેન્ડ ડૉક્ટર તરીકે કામ કરવું પડશે, જો કે આ દરમિયાન એક દિવસ આરામ કરવા માટે પણ સમય આપવામાં આવશે. આ અંગે NMCના પોસ્ટ-ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડના અધ્યક્ષ ડૉ.વિજય ઓઝાએ જણાવ્યા હતું કે નવા નિર્ણયોથી મેડિકલ સ્ટુડન્ટોનો તણાવ ઓછો થશે અને તેમને આરામ કરવાનો સમય મળશે, જેથી તેઓ બીજા દિવસે નવી ઉર્જા સાથે કામ કરી શકે.

નેશનલ એક્ઝિટ ટેસ્ટ લાગુ કરવામાં આવશે

આ સિવાય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે મેડિકલ સ્ટુડન્ટ જો મંજૂર દિવસો કરતા વધુ રજા લે છે તો તેની તાલીમનો સમયગાળો (training period) તેટલા દિવસો વધી જશે એટલે કે સ્ટુડન્ટે એટલા દિવસ સુધી વધારે તાલીમ લેવી પડશે. આ ઉપરાંત જો મેડિકલ સ્ટુન્ડની હાજરી 80 ટકાથી વધુ હશે તો જ તેઓને પરીક્ષા માટે બેસવા દેવામાં આવશે. કોલેજોએ મેડિકલના સ્ટુન્ડને હોસ્ટેલની સુવિધા આપવી ફરજિયાત છે પરંતુ સ્ટુન્ડ માટે હોસ્ટેલમાં રહેવું ફરજિયાત નથી. આ ઉપરાંત બેઠકમાં અન્ય એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં PG કોર્સમાં પ્રવેશ માટે NEET ક્રેક કરવાની જરૂરિયાત દૂર કરવામાં આવશે, પરંતુ જ્યાં સુધી સૂચિત નેશનલ એક્ઝિટ ટેસ્ટ (NExT) લાગુ ન થાય ત્યાં સુધી આ નિયમ અમલમાં રહેશે.

NEET-PGની પરીક્ષા સમાપ્ત થઈ જશે! NMCએ આપ્યા સંકેત, મેડિકલ સ્ટુડન્ટ્સની રજાઓના નિયમ બદલ્યાં 2 - image


Google NewsGoogle News