Get The App

સામાજિક કાર્યકર મેધા પાટકરની ધરપકડ, 23 વર્ષ અગાઉ રાજ્યપાલે કર્યો હતો માનહાનિનો કેસ

Updated: Apr 25th, 2025

GS TEAM


Google News
Google News
સામાજિક કાર્યકર મેધા પાટકરની ધરપકડ, 23 વર્ષ અગાઉ રાજ્યપાલે કર્યો હતો માનહાનિનો કેસ 1 - image


Medha Patkar Arrest: દિલ્હી પોલીસે નર્મદા બચાવો આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર મેધા પાટકરની માનહાનિના કેસમાં ધરપકડ કરી છે. દિલ્હીના તત્કાલિન એલજી વિનય સક્સેનાએ વર્ષ 2001માં મેધા પાટકર સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. તેમને આજે (25મી એપ્રિલ) સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સામાજિક કાર્યકર મેધા પાટકરના વકીલે દિલ્હી હાઇકોર્ટમાંથી તેમની અરજી પાછી ખેંચી લીધી છે. કોર્ટ દ્વારા જાહેર કરાયેલા બિનજામીનપાત્ર વોરંટના આધારે દિલ્હી પોલીસે મંગળવારે મોડી રાત્રે મેધા પાટકરની નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી ધરપકડ કરી હતી.


મેધા પાટકર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ

મળતી માહિતી અનુસાર, દિલ્હી હાઇકોર્ટે મેધા પાટકરના વકીલને નવી અરજી દાખલ કરવાની મંજૂરી આપી છે. દિલ્હી હાઇકોર્ટ આજે જ મેધા પાટકરની નવી અરજી પર સુનાવણી કરશે. સાકેત કોર્ટે પ્રોબેશન બોન્ડ રજૂ કરવા અને 1 લાખ રૂપિયાનો દંડ ભરવાના આદેશનું ઇરાદાપૂર્વક ઉલ્લંઘન કરવા બદલ મેધા પાટકર વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, મેધા પાટકર અને વી. કે. સક્સેના બંને 2000થી કાનૂની લડાઈ લડી રહ્યા છે, જ્યારે મેધા પાટકરે વી કે સક્સેના વિરુદ્ધ તેમના અને નર્મદા બચાવો આંદોલન (NBA) વિરુદ્ધ જાહેરાત પ્રકાશિત કરવા બદલ કેસ દાખલ કર્યો હતો.

આ પણ વાંચો: પહલગામ આતંકવાદી હુમલાનો ગુજરાતભરમાં વિરોધ, સાબરકાંઠામાં સ્વૈચ્છિક બંધ, પોલીસ તંત્ર એલર્ટ

મેધા પાટકર રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર કામ કરે છે

મેધા પાટકર એક સામાજિક કાર્યકર છે જે દેશના આદિવાસીઓ, દલિતો, ખેડૂતો, મજૂરો અને મહિલાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા કેટલાક રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર કામ કરે છે. તેઓ મુખ્યત્વે નર્મદા વેલી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (NVDP) દ્વારા વિસ્થાપિત લોકો સાથેના તેમના કામ માટે જાણીતા છે. NVDP એ મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં નર્મદા નદી અને તેની ઉપનદીઓ પર બંધ બાંધવા માટેની મોટા પાયે યોજના છે.

સામાજિક કાર્યકર મેધા પાટકરની ધરપકડ, 23 વર્ષ અગાઉ રાજ્યપાલે કર્યો હતો માનહાનિનો કેસ 2 - image


Tags :