ભારતની મોટી જીત, ફાંસીની સજા પામેલા નૌકાદળના 8 કર્મચારીઓને કતારે મુક્ત કર્યા

ભારત આવતા જ 7 લોકોએ કહી આ વાત, તમામને મુક્ત કરાયાના અહેવાલ

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
ભારતની મોટી જીત, ફાંસીની સજા પામેલા નૌકાદળના 8 કર્મચારીઓને કતારે મુક્ત કર્યા 1 - image

image : DD News 



Qatar Released 8 Indian Citizens | ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ સોમવારે જણાવ્યું હતું કે કતારમાં ધરપકડ અને ફાંસીની સજા પામેલા આઠ ભારતીય નાગરિકોને મુક્ત કરાવી લેવાયા છે અને તેમાંથી સાત ભારત પરત પણ આવી ચૂક્યા છે. આ ભારતીયોની ઓગસ્ટ 2022 માં કતારમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમનો શું ગુનો કે વાંક હતો તેનો પણ ઉલ્લેખ નહોતો કરાયો. 

પાછા આવતા જ પીએમ મોદી વિશે કહી આ વાત 

કતારથી પરત ફરેલા ભારતીય નૌકાદળના એક પૂર્વ કર્મચારીએ કહ્યું કે વડાપ્રધાન મોદીના હસ્તક્ષેપ વિના અમારા માટે અહીં ઊભા રહેવું શક્ય નહોતું, તેનું કારણ ભારત સરકારના સતત પ્રયાસો જ છે કે આજે અમે અહીં આવી શક્યા છીએ. 

અન્ય એક કર્મચારીએ કહ્યું કે 18 મહિના સુધી રાહ જોઈ 

ભારતીય નૌકાદળના અન્ય એક પૂર્વ કર્મચારીએ કહ્યું કે અમે ભારત પાછા આવવા માટે લગભગ 18 મહિના સુધી રાહ જોઈ. અમે વડાપ્રધાનના અત્યંત આભારી છીએ. તેમના અંગત હસ્તક્ષેપ વિના આ શક્ય બન્યું ન હોત. અમે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા દરેક પ્રયાસો માટે હૃદયપૂર્વક આભારી છીએ, તે પ્રયત્નો વિના આ દિવસ શક્ય ન હોત.

ભારતીય નાગરિકોને મૃત્યુદંડની સજા થઈ હતી 

ધરપકડ કરાયેલા આ ભારતીય નાગરિકો સામે 25 માર્ચ, 2023 ના આરોપો દાખલ કરાયા હતા અને કતારના કાયદા મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. નવેમ્બરમાં ડહરા ગ્લોબલ કંપની અને કન્સલ્ટન્સી સર્વિસિસ માટે કામ કરતા આઠ ભારતીય ખલાસીઓને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. તે સમયે ભારતે કતારના નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે તે તેના નાગરિકોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે તમામ કાયદાકીય વિકલ્પો અપનાવશે.

ભારતની મોટી જીત, ફાંસીની સજા પામેલા નૌકાદળના 8 કર્મચારીઓને કતારે મુક્ત કર્યા 2 - image


Google NewsGoogle News