LGના આદેશ પર ભડક્યા સિસોદિયા, PM મોદી પર પણ સાધ્યું નિશાન, કહ્યું- ‘રાત્રે 10 વાગે શેની ઈમરજન્સી છે’
MCD Standing Committee Election: દિલ્હીમાં આજે (26 સપ્ટેમ્બર) મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી (MCD) ના સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી યોજાવાની હતી. જો કે, ચૂંટણીની તારીખ બદલી 5 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી, પરંતુ દિલ્હીના ઉપ-રાજ્યપાલ વીકે સક્સેનાએ આ અંગે હસ્તક્ષેપ કરતા નિર્દેશ આપ્યા કે સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી આજે જ યોજવામાં આવે. હવે આ મામલે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ઉપ-રાજ્યપાલ પર નિશાન સાધતા કહ્યું કે, 'પીએમ નરેન્દ્ર મોદીના નિર્દેશ પર એમસીડીમાં લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે. અચાનક શું જરૂરિયાત આવી ગઇ કે રાતના 10 વાગ્યે ચૂંટણીના આદેશ આપવામાં આવી રહ્યા છે.'
પ્રેસ કોન્ફરન્સ યોજી કર્યા પ્રહાર
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મનીષ સિસોદિયાએ કહ્યું કે, 'સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી પર આજે સમગ્ર દિવસ હોબાળો થયો, ઘણીવાર ગૃહને સ્થગિત કરવું પડ્યું. જે કારણે મેયરે નક્કી કર્યું કે, સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી પાંચ ઓક્ટોબરે યોજાશે અને પછી ગૃહ સ્થગિત કરી દીધું. ઘણાં કાઉન્સિલર અત્યારે હાજર નહીં હોય, શામ આઠ વાગ્યે એલજીએ કમિશ્નરને પત્ર લખ્યો કે દોઢ કલાકમાં (10 વાગ્યા સુધી) ચૂંટણી કરાવવામાં આવે. મેયર કહી રહ્યા છે કે આગામી બેઠક પાંચમી ઓક્ટબરે થશે. કાઉન્સિલર જતા રહ્યા છે, પરંતુ એલજી સાહેબ જે અમેરિકા કે ખબર નહીં ક્યાં બેસેલા છે આદેશ આપી રહ્યા છે કે રાત્રે ચૂંટણી કરાવી દો. આનો શું અર્થ થાય છે.'
ભાજપ દિલ્હીમાં પણ ચંડીગઢ જેવું કરવા માંગે છે
સિસોદિયાએ વધુમાં કહ્યું કે, 'મને જાણ થઇ કે ઘણાં બધા કાઉન્સિલર બહાર છે, આ સમયે આમ આદમી પાર્ટીના સભ્યો હાજર નથી, કોંગ્રેસના સભ્યો હાજર નથી, પરંતુ ભાજપના સભ્યો ત્યાં જ ટકેલા છે, આ પાછળ ભાજપનું શું ઉદ્દેશ્ય છે. આ તો બંધારણની હત્યા છે. ચંડીગઢમાં ભાજપની નિર્લજ્જતા પકડાઇ હતી. ભાજપ દિલ્હીમાં પણ તેવું જ કરવા માંગે છે. જો તેમનામાં શરમ હોય તો તેમનો પત્ર પરત ખેંચી લે, ભાજપથી આશા તો નથી છે પરંતુ તેમણે થોડુંક સન્માન કરવું જોઇએ.'
આ પણ વાંચોઃ PM મોદી શક્તિશાળી નેતા, પણ ભગવાન નથી: દિલ્હી વિધાનસભામાં કેજરીવાલનું સંબોધન