આવતીકાલે દિલ્હીમાં યોજાશે મેયરની ચૂંટણી, LGએ ભાજપ કાઉન્સિલરને બનાવ્યા પ્રિસાઈડિંગ ઓફિસર
Delhi Mayoral Elections : આમ આદમી પાર્ટી સત્તામાં આવ્યા પછી દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી (MCD) માં ત્રીજા મેયરની ચૂંટણી આવતીકાલે ગુરુવારે થવા જઈ રહી છે. MCD હાઉસની બેઠક આવતીકાલે (14 નવેમ્બર) બપોરે 2 વાગ્યે યોજાશે, જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર, ભાજપના કાઉન્સિલર સત્ય શર્મા, મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી હાથ ધરશે. MCD ના એડમિનિસ્ટ્રેટર એલજી હોય છે, જેમણે સત્યાની નિમણૂક કરી. સિનિયર મોસ્ટ કાઉન્સિલર હોવાના કારણે સત્યાને આ જવાબદારી સોંપવામાં આવી છે.
વર્ષ 2022-23માં કાઉન્સિલરોના શપથગ્રહણ વખતે ભારે હોબાળો થયો હતો
ડિસેમ્બર 2022 અને 2023માં પહેલી વખત મેયર ચૂંટણી માટે પ્રિસાઇડિંગ ઓફિસર બનવા પર MCD હાઉસમાં પહેલા એલ્ડરમેન અને પછી ચૂંટાયેલા કાઉન્સિલરોના શપથગ્રહણ વખતે ભારે હોબાળો થયો હતો. જેમાં આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોએ ભારે વિરોધ કર્યો હતો. જ્યારે કેટલીય બેઠકો પર મેયરની ચૂંટણી થઈ શકી ન હતી. ત્યારે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપના કાઉન્સિલર હોવાના કારણે સત્ય શર્માએ ઘણા એવા પગલા લીધા જે ગેરબંધારણીય હતા પરંતુ તેનો સીધો ફાયદો ભાજપને થયો હતો.
પાર્ટીની તરફ તમામ કાઉન્સિલરોને આદેશ કર્યો
મળતી માહિતી પ્રમાણે, પાર્ટીની તરફ તમામ કાઉન્સિલરોને આદેશ કર્યો હતો કે, પ્રિસાઇડિંગ ઓફિસરના આદેશને માનવાનો છે અને ચૂંટણી કરવાની છે. જ્યારે સિસોદિયા સિવાય સંજય સિંહ, નિગમ પ્રભારી દુર્ગેશ પાઠકે પાર્ટી હેડક્વાટરમાં જીતનો મંત્ર આપ્યો હતો. જેનો એજન્ડો મેયરની ચૂંટણી લડવાનો હતો.
MCD ચૂંટણીની તૈયારીઓ
બે અલગ-અલગ મતદાન મથકો છે. પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગૃહમાં મતદાન સમયે મોબાઈલ ફોન સાથે લાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જણાવી દઈએ કે, સ્થાયી સમિતિના સભ્યની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના કાઉન્સિલરો દ્વારા માર્ગદર્શિકાનો વિરોધ કરવામાં આવ્યો હતો. MCD ના 249 કાઉન્સિલરો ઉપરાંત 14 ધારાસભ્યો, દિલ્હીથી લોકસભાના સાત સાંસદો અને રાજ્યસભાના ત્રણ સાંસદો પણ મેયરની ચૂંટણીમાં ભાગ લેશે, પરંતુ તેમને ગૃહમાં મોબાઈલ ફોન સાથે લઈ જવા દેવામાં આવશે નહીં. આ સંદર્ભમાં MCD એ તમામ કાઉન્સિલરો, ધારાસભ્યો અને સાંસદોને માહિતી મોકલી છે.
મેયર પદના ઉમેદવારો
AAPએ દેવ નગરના વોર્ડ 84માંથી કાઉન્સિલર મહેશ ખીચીને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપે કિશન લાલને શકુરપુરથી મેયર પદના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. AAP એ અમન વિહારના કાઉન્સિલર રવિન્દર ભારદ્વાજને ડેપ્યુટી મેયર માટે નોમિનેટ કર્યા છે. આ પદ માટે ભાજપે સઆદતપુરથી નીતા બિષ્ટને મેદાનમાં ઉતાર્યા છે. મેયર તરીકે ચૂંટાયા બાદ વર્તમાન મેયર શૈલી ઓબેરોય પૂર્વ મેયર બનશે. નવા મેયરની ચૂંટણી એપ્રિલ 2024થી અટકી હતી. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનનો અધિનિયમ કહે છે કે, નવા મેયરની ચૂંટણીની તારીખ અને સમય મેયર દ્વારા નક્કી કરવામાં આવે છે અને ચૂંટણી યોજવા માટેના પ્રિસાઇડિંગ ઓફિસર દિલ્હીના એલજી દ્વારા નક્કી કરવામાં આવે છે. સ્વાભાવિક છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને AAP બંને પોતાનો મેયર ઈચ્છે છે અને ઉત્સાહ સાથે વિધાનસભાની ચૂંટણી લડી શકે છે.