ભારતના આ ગામમાં આપવામાં આવે છે પ્રેમી યુગલોની બલિ, મહાભારત કાળ સાથે જોડાયેલો છે રોચક ઇતિહાસ

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
ભારતના આ ગામમાં આપવામાં આવે છે પ્રેમી યુગલોની બલિ, મહાભારત કાળ સાથે જોડાયેલો છે રોચક ઇતિહાસ 1 - image


ભારતમાં કેટલીક જગ્યાઓ એવી પણ જે માનવામાં ન આવે. દુનિયામાં ઘણા લોકો જાદુ-ટોણા, બલિદાન અને તંત્ર-મંત્રમાં માનતા ન હોવા છતાં આ વાતના પુરાવા આજે પણ એક ગામમાં મોજૂદ છે. આસામના ગુવાહાટીમાં આવું જ એક ગામ છે, જેના વિશે સાંભળીને અને જાણીને તમને નવાઇ લાગશે. 

આ ગામમાં પ્રેમ યુગલોની બલિ ચઢાવવામાં આવી હતી

વાસ્તવમાં અમે વાત કરી રહ્યા છીએ આસામના ગુવાહાટીના માયોંગ ગામની. આ ગામ મહાભારતના પરાક્રમી યોદ્ધા ઘટોત્કચ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. ઘટોત્કચને માયોંગનો રાજા માનવામાં આવે છે. દુનિયાભરમાંથી લોકો આ ગામમાં જાદુઈ શક્તિઓ મેળવવા માટે આવે છે. 

ભારતના આ ગામમાં આપવામાં આવે છે પ્રેમી યુગલોની બલિ, મહાભારત કાળ સાથે જોડાયેલો છે રોચક ઇતિહાસ 2 - image

જાદુઈ શક્તિ ધરાવતું આ ગામ ગુવાહાટીથી 55 કિલોમીટરના અંતરે આવેલું છે. માયોંગ ગામનો ઈતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલો છે. માયોંગ શબ્દ સંસ્કૃત શબ્દ માયા પરથી આવ્યો છે. મહાભારત કાળમાં પણ માયોંગ ગામનો ઉલ્લેખ છે.

એવું માનવામાં આવે છે કે, પાંડવ પુત્ર ભીમ અને તેની રાક્ષસ પત્ની હિડિમ્બાના પુત્ર ઘટોત્કચએ માયોંગ ગામમાં જાદુઈ શક્તિઓ પ્રાપ્ત કર્યા પછી જ મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો હતો. એવું માનવામાં આવે છે કે સદીઓ પહેલા, તાંત્રિકો જાદુઈ શક્તિ મેળવવા માટે આ ગામના એક મંદિરમાં પ્રેમીઓની નર બલિ આપતા હતા.

નથી ભગવાનની મૂર્તિ 

આ ગામના મંદિરમાં કોઈ દેવી-દેવતાની મૂર્તિ નથી, પરંતુ માત્ર પથ્થરો અને કેટલાક ઓજારો અને હથિયારો જ પડ્યા છે. માયોંગ ગામમાં એક મ્યુઝિયમ પણ છે. જ્યાં માયોંગની તંત્ર વિદ્યા અને તાંત્રિકોનો ઇતિહાસ લખાયેલો છે. આ મ્યુઝિયમમાં હજારો વર્ષ જૂની પ્રણાલીઓની માહિતી કેથી લિપિમાં લખવામાં આવી છે. જોકે, આ ગામમાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ગામની મહિલાઓ પણ તંત્ર વિદ્યાનો અભ્યાસ કરે છે, એક સમય હતો જ્યારે આ ગામમાં માત્ર મહિલાઓનું જ શાસન હતું, જેને 'ત્રિયા રાજ' કહેવામાં આવે છે.

મેયોંગની મહિલાઓ પુરુષો સાથે આવો વ્યવહાર કરતી 

એવો દાવો કરવામાં આવે છે કે, માયોંગની મહિલાઓ પુરુષોને મોહિત કરીને તેમને પક્ષી, વાંદરાઓ, શિયાળ, પોપટ અને કબૂતર જેવા પક્ષીઓમાં પરિવર્તિત કરી નાંખતી હતી. તેને આખો દિવસ આ સ્થિતિમાં રાખતીને અને રાત્રે તેને ફરીથી માણસમાં ફેરવતી હતી. આ અંધશ્રદ્ધાની અસર એટલી બધી હતી કે આજે પણ આસપાસના વિસ્તારોમાંથી પુરુષો આ ગામમાં આવતા અચકાય છે. આજે પણ માયોંગને તંત્ર વિદ્યાનું સ્થાનક માનવામાં આવે છે.


Google NewsGoogle News