Get The App

‘જો આ વખતે EVMમાં ગરબડ નહીં થાય તો...’ માયાવતીનુ મોટું નિવેદન, ભાજપ-કોંગ્રેસ પર કાઢી ભડાસ

Updated: May 10th, 2024


Google NewsGoogle News
‘જો આ વખતે EVMમાં ગરબડ નહીં થાય તો...’ માયાવતીનુ મોટું નિવેદન, ભાજપ-કોંગ્રેસ પર કાઢી ભડાસ 1 - image


Uttar Pradesh Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં ત્રણ તબક્કામાં કુલ 283 બેકો પર મતદાન થયું છે અને હજુ ચાર તબક્કા બાકી છે. ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો માટે 13મી મેએ મતદાન થવાનું છે. તમામ પક્ષોના સ્ટાર પ્રચારકો, દિગ્ગજ નેતાઓ અને ઉમેદવારો ધમધોકાટ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે બહુજન સમાજવાદી પાર્ટી (Bahujan Samaj Party)ના વડા માયાવતી (Mayawati)એ આજે કાનપુર (Kanpur)માં જાહેરસબા સંબોધી હતી. આ દરમિયાન તેમણે EVMનો મુદ્દો ઉછાળી ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. માતાવતીએ રમઈપુરના મગરાસા ગામમાં ચૂંટણી સભામાં કહ્યું કે, જો આ વખતે ઈવીએમમાં ગડબડ ન થઈ તો પરિણામો નિશ્ચિતરૂપે સારા આવશે. તેમણે કાનપુરના ઉમેદવાર કુલદીપ ભદૌરિયા અને અકબરપુરના ઉમેદવાર રાજેશ દ્વિવેદીના સમર્થનમાં જનસભા સંબોધી હતી.

માયાવતીના ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહાર

બસપા (BSP) સુપ્રીમો માયાવતીએ ભાજપ અને કોંગ્રેસ (BJP And Congress) પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ‘આ બંને પાર્ટીઓ ધનવાનો પાસેથી ફંડ લઈને ચાલનારી સરકાર છે, જ્યારે બસપા ક્યારે આવું કરતી નથી. બસપા કાર્યકર્તાઓના સહયોગથી અને જન્મ દિવસે જે થોડું થોડું ફંડ એકત્ર થાય છે, તે નાણાં પાર્ટીમાં ખર્ચ કરવામાં આવે છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસ ધનવાનોના નાણાંથી ચૂંટણી લડે છે.’

ભાજપની સ્થિતિ કોંગ્રેસ જેવી : માયાવતી

માયાવતીએ વધુમાં કહ્યું કે, ‘કોંગ્રેસ અગાઉ સત્તામાં હતી, ત્યારે તે ED સહિત સરકારી તંત્રનો દુરુપયોગ કરતી હતી, હવે ભાજપની સ્થિતિ પણ આવી જ છે. ભાજપ ઈડીનો ખોટો ઉપયોગ કરીને દબાણ ઉભી કરી રહી છે. બસપાએ તમામ સમાજની યોગ્ય ભાગીદારી ધ્યાને રાખી ટિકિટોની વહેંચણી સુનિશ્ચિત કરી છે.’

13મી મેએ ચોથા તબક્કાનું મતદાન

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024)ના ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો પર 13મી મેએ મતદાન થવાનું છે. આ 10 રાજ્યોમાં આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. પહેલા તબક્કામાં કુલ 59.71 ટકા, બીજા તબક્કામાં 60.96 ટકા અને ત્રીજા તબક્કામાં 61.45 ટકા મતદાન થયું હતું. ચોથા તબક્કા બાદ પાંચમાં તબક્કામાં 49 બેઠકો પર 20મી મેએ, છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર 25મી મેએ જ્યારે સાતમાં અને અંતિમ તબક્કામાં 57 બેઠકો પર પહેલી જૂને મતદાન યોજાશે.

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 96 બેઠક પર મતદાન, આ 21 બેઠકો પર ઉલટફેરની પ્રબળ શક્યતા

  ‘જો આ વખતે EVMમાં ગરબડ નહીં થાય તો...’ માયાવતીનુ મોટું નિવેદન, ભાજપ-કોંગ્રેસ પર કાઢી ભડાસ 2 - image


Google NewsGoogle News