Get The App

‘આયુષ્માન ભારત’ યોજનામાં થઈ શકે છે ફેરફાર, હવે 5 નહીં 10 લાખ સુધી ફ્રી સારવાર આપવાનો વિચાર

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
‘આયુષ્માન ભારત’ યોજનામાં થઈ શકે છે ફેરફાર, હવે 5 નહીં 10 લાખ સુધી ફ્રી સારવાર આપવાનો વિચાર 1 - image


Ayushman Bharat Yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રની NDA સરકાર આ મહીને પૂર્ણ બજેટ રજૂ કરશે. આ વખતે દેશમાં ગઠબંધનની સરકાર બની છે, તો લોકોને તેને લાભ થવાની આશા છે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, સરકાર આ બજેટમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અને આયુષ્માન ભારત યોજના (Ayushman Bharat Scheme) અંગે કંઈ મોટું એલાન કરી શકે છે. એક અહેવાલ પ્રમાણે કેન્દ્ર આયુષ્માન ભારત યોજના હેઠળ કવરેજ લિમિટને 5 લાખથી વધારવાનો વિચાર કરી રહી છે. 

વીમા કવરેજ લિમિટમાં થશે વધારો

એક અહેવાલ પ્રમાણે NDA સરકાર આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓની સંખ્યા અને વીમા રકમ બંનેને વધારવા પર વિચાર કરી રહી છે. તેમાં સૂત્રોના હવાલે કહેવામાં આવ્યું છે કે, યોજના હેઠળ લાભાર્થીઓને મળતી કવરેજ લિમિટને 5 લાખથી વધારીને 10 લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરવાની તૈયારી છે. અહેવાલ પ્રમાણે NDA સરકાર આગામી ત્રણ વર્ષમાં તેની મુખ્ય આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા બમણી કરવા પર વિચાર કરી રહી છે.

કવરેજના પ્રસ્તાવને અંતિમ રૂપ આપવાની તૈયારી 

જો સરકાર આગામી ત્રણ વર્ષમાં AB-PMJAY હેઠળ લાભાર્થીઓની સંખ્યાને વધારીને બમણી કરવાનું એલાન કરે તો દેશની બે તૃતીયાંશથી વધુ વસ્તીને આરોગ્ય કવર મળી શકશે. અહેવાલમાં સૂત્રોએ જણાવ્યું કે સરકાર આ મામલે એટલા માટે વિચારણા કરી રહી છે કારણ કે સારવાર પર થતો જંગી ખર્ચ પરિવારોને દેવાની જાળમાં ધકેલવાનું સૌથી મોટા કારણમાંથી એક છે. તેમણે કહ્યું કે આને ધ્યાનમાં રાખીને સરકાર આયુષ્માન યોજનાના કવરેજની રાશિની લિમિટને વર્તમાન 5 લાખથી વધારીને 10 લાખ કરવાના પ્રસ્તાવને અંતિમ રૂપ આપવા પર પણ વિચારણા કરી રહી છે.

સરકારી તિજોરી પર વધશે બોજ

કેન્દ્ર સરકાર આ મહિને સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહી છે અને તેના માટે તારીખ 23 જુલાઈ નક્કી કરવામાં આવી છે. આ બજેટમાં આ પ્રસ્તાવો અથવા તેના કેટલાક ભાગો જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે. અહેવાલ પ્રમાણે જો આ પ્રસ્તાવોને મંજૂરી મળી જાય તો પછીનેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા તૈયાર કરાયેલા અંદાજ પ્રમાણે સરકારી તિજોરી પર દર વર્ષે 12,076 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. અન્ય એક સૂત્રએ કહ્યું કે 70 વર્ષથી વધુ ઉંમરના લોકો સહિત આ યોજના હેઠળ લગભગ 4-5 કરોડ વધુ લાભાર્થી સામેલ થશે. 

મોંઘી સારવારથી લોકોને મળશે રાહત

નોંધનીય છે કે Ayushman Bharat-PMJAY માટે 5 લાખ રૂપિયાની મર્યાદા વર્ષ 2018માં નક્કી કરવામાં આવી હતી. હવે મોંઘવારી અને ટ્રાન્સપ્લાન્ટ સહિતની અન્ય મોંઘી સારવાર મામલે પરિવારોને રાહત આપવાના ઉદ્દેશ્યથી આ યોજના હેઠળ ઉપલબ્ધ કવરેજ લિમિટને બમણી કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગત 27 જૂનના રોજ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા કહ્યું હતું કે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને પણ આયુષ્માન યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને તેમને મફત સારવારની સુવિધા મળશે.


Google NewsGoogle News