પૂર કે દુષ્કાળ જેવી આફતથી મળશે છુટકારો, વરસાદને કરાશે કન્ટ્રોલ, ભારતીય વિજ્ઞાનીઓનો મોટો પ્લાન

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
પૂર કે દુષ્કાળ જેવી આફતથી મળશે છુટકારો, વરસાદને કરાશે કન્ટ્રોલ, ભારતીય વિજ્ઞાનીઓનો મોટો પ્લાન 1 - image


Mausam GPT : ભારતમાં દર ચોમાસા દરમિયાન અનેક જગ્યાએ વરસાદ અને પૂરની પરિસ્થિતિ સર્જાતી રહે છે, જ્યારે ઉનાળા દરમિયાન કેટલાક સ્થળોએ દુષ્કાળની પણ સમસ્યા ઊભી થાય છે, ત્યારે હવે આ સમસ્યાને દૂર કરવા માટે ભારતીય વિજ્ઞાનીઓએ મોટી યોજના બનાવી છે. 

વરસાદ રોકવા IMDનો ગજબનો પ્રોજેક્ટ

ભારતીય હવામાન વિભાગે (IMD) વરસાદને કન્ટ્રોલ કરવા માટે એક પ્રોજેક્ટ પર કામગીરી શરુ કરી છે. વિશેષ ભાગોમાં વરસાદને કન્ટ્રોલ કરવા માટે IMD આગામી પાંચ વર્ષમાં હવામાન GPT લાવશે. ઉદાહરણ તરીકે, જો 15મી ઑગસ્ટે લાલ કિલ્લા પર ઝંડો લહેરાવવાનો કાર્યક્રમ હોય અને આ સમયે વરસાદ પડે તો તેને આ ટેકનીકથી મદદથી વિજ્ઞાનીઓ વરસાદને રોકવામાં સક્ષમ બનશે. આ ઉપરાંત જો કોઈ ભાગમાં પૂરની સ્થિતિ વખતે વરસાદને પણ કન્ટ્રોલ કરી શકાશે.

આ પણ વાંચો : હરિયાણા માટે કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની ચોંકાવનારી યાદી, વિનેશ-બજરંગ સહિત કોને કોને મળ્યું સ્થાન?

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીનો મુદ્દો બન્યો છે 'દરબાર મૂવ' પ્રથા, જાણો શું છે 150 વર્ષ જૂની આ પ્રથા

‘પાંચ વર્ષમાં પૂર દરમિયાન વરસાદ - અતિવૃષ્ટિને અટકાવી શકીશું’

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય(MOES)ના સચિવ એમ. રવિચંદ્રને કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં શહેરોમાં પૂર દરમિયાન વરસાદ અને અતિવૃષ્ટિને અટકાવી શકીશું. અમે પહેલા કૃત્રિમ વરસાદ રોકવા અને વધારવા પર પ્રયોગ કરીશું. લેબ સિમ્યુલેશન (ક્લાઉડ ચેમ્બર) આગામી 18 મહિનામાં હાથ ધરાશે, પરંતુ અમે ચોક્કસપણે પાંચ વર્ષમાં કૃત્રિમ વાતાવરણમાં ફેરફાર કરવામાં સક્ષમ બની જઈશું. આ માટે કેબિનેટથી મંજૂરી પણ મળી ગઈ છે.

હવામાન GPT શું છે ?

આ મિશનનો ઉદ્દેશ્ય ભારતની આબોહવાને સ્માર્ટ બનાવવાનો અને હવામાનને તૈયાર કરવાનો છે, જેથી વાદળ ફાટવા સહિતની કોઈ પણ ખતરનાક હવામાનની ઘટના ન બને. આ મિશન હેઠળ IMD અને MOESની અન્ય વૈજ્ઞાનિક સંસ્થાઓ પણ Chat GPT જેવી ઍપ્લિકેશન ‘મૌસમ GPT’ વિકસાવશે અને લોન્ચ કરશે.

ઘણા દેશોમાં આવી ટૅકનોલૉજી સક્રિય

અમેરિકા, કેનેડા, ચીન, રશિયા અને ઓસ્ટ્રેલિયા સહિત અન્ય દેશોમાં વિમાન અથવા ડ્રોનની મદદથી વરસાદ કરવામાં આવે છે. તેનો ઉપયોગ ખૂબ જ નીચા સ્તરે થાય છે. વરસાદને ક્લાઉડ સીડિંગ દ્વારા અટકાવી અથવા વધારવામાં આવે છે. કેટલાક દેશો ફળ અને અનાજના ખેતરોને નુકસાનમાંથી બચાવવા માટે અતિવૃષ્ટી ઘટાડવાના ઉદ્દેશ્યથી ઓવરસીડિંગ નામના ક્લાઉડ સીડિંગ પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે.


Google NewsGoogle News