સપાના મુસ્લિમ નેતાએ શિવલિંગ પર જળ ચઢાવતાં જ મચ્યો હોબાળો, ફતવો પણ જારી કરી દેવાયો
UP Politics: ઉત્તર પ્રદેશમાં 9 વિધાનસભા બેઠક પર યોજાવનાર પેટા ચૂંટણી સાથે સંબંધિત સમાચારોએ રાજ્યનું રાજકીય તાપમાન વધારી દીધું છે. હાલમાં જ કાનપુરની સીસામઉ વિધાનસભા બેઠકથી ચૂંટણી લડી રહેલી સમાજવાદી પાર્ટીની ઉમેદવાર નસીમ સોલંકી પર ફતવો જારી કરવામાં આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય ઇરફાન સોલંકીની પત્નીએ હાલમાં જ શિવલિંગ પર જળાભિષેક કર્યો હતો, ત્યારબાદ મૌલાના મુફ્તી શહગાબુદ્દીન રઝવી બરેલવીએ નસીમની સામે ફતવો જારી કર્યો છે. વળી, નસીમ સોલંકીના વીડિયોના બહાને ભાજપ પર પ્રહાર કર્યા છે.
દિવાળીની રાત્રે કર્યો જળાભિષેક
જણાવી દઈએ કે, સીસામઉ વિધાનસભા બેઠકથી સમાજવાદી પાર્ટીની ઉમેદવાર નસીમ સોલંકીએ દિવાળીની રાત્રે કાનપુરના એક ઐતિહાસિક મંદિરમાં શિવલિંગ પર જળાભિષેક કર્યો હતો. મંદિરમાં નસીમે દીપ પ્રગટાવીને વિધિ વિધાનથી પૂજા કરી. આ વીડિયો સામે આવ્યા બાદ મામલો એવો ચગ્યો કે, રાજકીય ગલીયારાઓથી લઈને મૌલાનાઓ સુધી ચર્ચા ગરમ થઈ ગઈ અને સપા ઉમેદવાર પર ફતવો જારી કરવામાં આવ્યો. ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ નસીમ પર ફતવો જારી કરતા કહ્યું કે, તેઓએ માફી માગવી જોઈએ.
ભાજપે સોલંકી પર સાધ્યું નિશાન
નસીમ સોલંકીના આ વીડિયોના બહાને ભાજપને પ્રહાર કરવાનો મોકો મળી ગયો. ભાજપ ધારાસભ્ય સુરેન્દ્ર મૈથાનીએ નસીમ સોલંકી દ્વારા જળાભિષેક કરવાને ચૂંટણી દરમિયાન કરવામાં આવતું રાજકારણ કહી દીધું.
જણાવી દઈએ કે, નસીમ સોલંકીના પતિ અને પૂર્વ ધારાસભ્ય ઈરફાન સોલંકી જેલમાં બંધ છે અમે કાનપુરની સીમામઉ વિધાનસભા બેઠક પરથી સપાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. હવે રાજકારણમાં નસીમ સોલંકીની આ સાધના કેટલી સફળ થાય છે, તે તો સમય આવ્યે જાણ થશે. પરંતુ, સોલંકીએ બેઠા-બેછા મૌલાનાઓથી ઘણી સમસ્યાઓ ઉભી કરી દીધી છે.