ચાલતી એમ્બ્યુલન્સમાં 16 વર્ષની સગીરાને પીંખી નાખી, મધ્યપ્રદેશમાં સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના
MP Minor Girl Misdeed Case: મધ્યપ્રદેશના મઉગંજ જિલ્લામાં ચાલુ એમ્બ્યુલન્સમાં 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. 108 ઈમરજ્સી સેવા હેઠળ સંચાલિત એમ્બ્યુલન્સમાં આ દુર્ઘટના ઘટી હતી. રસ્તા પર દોડતી એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર સહિત બે લોકોએ ગેંગરેપ કર્યો હતો.
બે નરાધમોની ધરપકડ
ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ સાકેત પાંડેએ જણાવ્યું હતું કે, સગીરા પર ચાલુ એમ્બ્યુલન્સમાં ગેંગરેંપ કરવામાં આવ્યો છે. આ કૃત્યમાં તેના બહેન અને બનેવી પણ સામેલ છે. ચાર આરોપીમાંથી પોલીસે બેની ધરપકડ કરી છે. અન્ય બે ફરાર છે. જેમની શોધખોળ ચાલુ છે.
કેવી રીતે બન્યો બનાવ?
સગીરા પોતાની બહેન અને બનેવી સાથે એમ્બ્યુલન્સમાં મુસાફરી કરી હતી. જેમાં કોઈ દર્દી ન હતો. આ ત્રણેય સિવાય તેના બનેવીની ઓળખાણનો ડ્રાઈવર અને તેનો સહયોગી પણ વાહનમાં હાજર હતો. અચાનક ચાલુ એમ્બ્યુલન્સમાં તેની બહેન અને બનેવી પાણી પીવાના બહાને રસ્તા પર જ ઉતરી ગયા. ડ્રાઈવરે તેમની રાહ જોયા વિના જ એમ્બ્યુલન્સ પુરઝડપે દોડાવી હતી. બાદમાં ડ્રાઈવર અને તેના સહયોગી રાજેશ કેવટે વેરાન ગામમાં ચાલતી એમ્બ્યુલન્સમાં સગીરા પર દુષ્કર્મ ગુજાર્યો હતો.
આ પણ વાંચોઃ શેરબજાર રિકવરી મોડ પર, સેન્સેક્સ 770 પોઈન્ટથી વધુ ઉછળ્યો, 269 શેર્સમાં અપર સર્કિટ
આખી રાત સગીરાને બંધક બનાવી
ડીઆઈજીએ જણાવ્યું હતું કે, આખી રાત સગીરાને બંધક બનાવી તેને બીજા દિવસે સવારે વેરાન માર્ગ પર ફેંકી દીધી હતી. ગમે-તેમ કરીને પીડિતા ઘરે પહોંચી હતી અને આખી ઘટનાની જાણ તેની માતાને કરી હતી. તેણે પોતાના બહેન અને જીજાજી પર પણ આરોપ મૂક્યો હતો.
માતાએ નોંધાવી ફરિયાદ
આ દુર્ઘટના 21 નવેમ્બરે બની હતી. પરંતુ સગીરાની માતાએ સમાજમાં પરિવારની છબિને નુકસાન થવાના ભયે ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ અંતે તેણે 25 નવેમ્બરે પોલીસનો સંપર્ક સાધી ચાર લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
બહેન-બનેવી ફરાર
એમ્બ્યુલન્સના ડ્રાઈવર વિરેન્દ્ર ચતુર્વેદી અને તેના સહયોગી કેવટની બુધવારે ધરપકડ કરી હતી. જ્યારે પીડિતાના બહેન અને બનેવી ફરાર છે. તમામ આરોપીઓ વિરૂદ્ધ પોક્સો અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ કેસ નોંધ્યો છે.