‘3 મહિનાથી નાની વયના બાળકોને દત્તક લેનારી માતાને જ મેટરનિટી લીવ કેમ?’ સુપ્રીમ કોર્ટ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
Supreme Court On Maternity Leave : સુપ્રીમ કોર્ટે આજે મેટરનિટી લીવ બાબત સંબંધીત જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરી કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે. વાસ્તવમાં અરજદાર હંસાનંદિની નંદૂરી નામની મહિલાએ ‘મેટરનિટી બેનિફિટ એક્ટ, 1961ની કલમ 5(4)’ની માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, જે મામલે કોર્ટે કેન્દ્ર સરકારે જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
મેટરનિટી કલમનો નિયમ ભેદભાવપૂર્ણ : અરજદાર
કલમના નિયમ મુજબ જો કોઈ મહિલા ત્રણ મહિનાથી ઓછી ઉંમરના બાળકને કાયદેસર રીતે દત્તક લે તો જ તેને 12 અઠવાડિયાની મેટરનિટી લીવ મળવાનો નિયમ છે. તેથી અરજદારે ત્રણ મહિનાથી ઉપરના અનાથ બાળકો માટે આ નિયમ ભેદભાવપૂર્ણ હોવાની દલીલ કરી છે. હવે સુપ્રીમ કોર્ટે આ નિયમ મામલે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે, ‘માત્ર ત્રણ મહિનાથી નાની વયના બાળકોને દત્તક લેનાર માતાઓને જ મેટરનિટી લીવ આપવા પાછળ શું તર્ક છે.’ અરજદારે એમ પણ કહ્યું છે કે, ‘દત્તક લેનારી માતાઓને 12 મહિનાની અપાયેલી મેટરનિટી લીવ એક માત્ર દેખાડો છે.’
આ પણ વાંચો : 'ગદ્દાર' કહેતા શિંદે ભડક્યા, ગુસ્સામાં કાફલો અધવચ્ચે રોકીને કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા
સુપ્રીમ કોર્ટે શું કહ્યું ?
વાસ્તવમાં અરજદાર હંસાનંદિની નંદૂરી નામની મહિલાએ મેટરનિટી લીવના નિયમને કોર્ટમાં પડકાર્યો હતો. તેથી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે.બી.પારડીવાલા અને ન્યાયાધીશ પંકજ મિથલની બેંચે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો છે કે, માત્ર ત્રણ મહિનાથી નાની વયના બાળકોને દત્તક લેનાર માતાઓને જ મેટરનિટી લીવનો લાભ કેમ આપવામાં આવે. નિયમ મુજબ, ત્રણ મહિનાથી નાની વયના બાળકોને દત્તક લેનાર માતાઓને જ 12 અઠવાડિયાની મેટરનિટી લીવનો લાભ આપવામાં આવે છે.
કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યા સવાલ
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું કે, બાળકની ઉંમર 3 મહિના કે તેથી ઓછી હોવી જોઈએ, એવું કહેવાનો અર્થ શું છે? મેટરનિટી લીવ આપવા માટે જોગવાઈ કરવાનો હેતુ શું છે? બાળકની સંભાળ રાખવાનો... માતા ભલે જૈવિક હોય કે કોઈપણ પ્રકારની માતા હોય...
આ પણ વાંચો : પેટા ચૂંટણી, કેદારનાથમાં કોનું પલડું ભારે? ભાજપ અને કોંગ્રેસ માટે આબરૂ બચાવવાની જંગ
કેન્દ્ર સરકારના વકીલે કોર્ટમાં શું કહ્યું ?
બીજીતરફ કેન્દ્ર સરકારે દલીલ કરી છે કે, જૈવિક અને અન્ય માતાઓ વચ્ચે ઘણો અંતર છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને તર્ક વિસ્તારથી સમજાવી એફિડેવિટ રજુ કરવાનો આદેશ આપ્યો છે. સરકારના વકીલે દલીલ કરી છે કે, જૈવિક માતા અને અન્ય માતાઓ વચ્ચે ઘણું અંતર છે, તેથી ન્યાયાધીશ પારડીવાલાએ પૂછ્યું કે, ‘જે મહિલા માત્ર ત્રણ મહિનાથી નાની વયના બાળકોને દત્તક લે છે, તેમને જ માતૃત્વ લાભ આપવાનું કારણ શું છે? કોર્ટે સરકારને એફિડેવિટ દાખલ કરવાનું કહ્યું છે. કોર્ટે આગામી સુનાવણી ચાર અઠવાડિયા બાદ હાથ ધરાવાનો નિર્ણય લીધો છે.