'ચૂંટણી માટે ફોટા પડાવવામાં ઉસ્તાદ...' તેજસમાં ઉડાન પૂરી કરનાર PM મોદી પર કોંગ્રેસનો કટાક્ષ

જયરામ રમેશે ટ્વિટ કરીને તાક્યું નિશાન

કહ્યું - 2014 પહેલાના પ્રયાસોને પણ સ્વીકારો

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
'ચૂંટણી માટે ફોટા પડાવવામાં ઉસ્તાદ...' તેજસમાં ઉડાન પૂરી કરનાર PM મોદી પર કોંગ્રેસનો કટાક્ષ 1 - image


PM Modi Tejas News | વડાપ્રધાન મોદીએ તેજસ વિમાનથી ઉડાન ભર્યા બાદ કોંગ્રેસે તેમના પર કટાક્ષ કર્યો છે. કોંગ્રેસ તરફથી જયરામ રમેશે ભારતની સ્વદેશી ક્ષમતાઓની પ્રશંસા કરતાં કહ્યું કે 'ચૂંટણી માટે ફોટા પડાવવામાં ઉસ્તાદ'... 2014 પહેલાના પ્રયાસોને પણ સ્વીકારો. પીએમ મોદીએ બેંગ્લુરુની મુલાકાત વિશે કહ્યું હતું કે આ અનુભવે દેશની સ્વદેશી ક્ષમતાઓ પર તેમના વિશ્વાસને મજબૂત કર્યો છે. 

શું કહ્યું જયરામ રમેશે? 

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પીએમ મોદી સામે નિશાન તાકતાં કહ્યું કે તેજસ આપણી સ્વદેશી વૈજ્ઞાનિક અને ટેક્નિકલ તાકાત તથા ક્ષમતાનું એક ઉદાહરણ છે જે દાયકાના મજબૂત સંકલ્પનું પરિણામ છે.  તેમણે કહ્યું કે તેજસને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) દ્વારા ડિજાઈન કરાયું છે. તેને 1984માં સ્થાપિત કરાઈ હતી અને તેણે હિન્દુસ્તાન એરનોટિક્સ લિમિટેડ (HAL), નેશનલ એરોસ્પેસ લેબોરેટરી (NAL), ભારતીય વાયુસેના અને ભારતીય નેવી સાથે મળીને કામ કર્યું. હળવા લડાકૂ વિમાન (LCA)ની ડિજાઈનને 6 વર્ષ પછી અંતિમ રૂપ અપાયું હતું. છેવટે 2011માં ઓપરેશનલ મંજૂરી મળી. આ સફરમાં અનેક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન પણ છે. પીએમ મોદી સામે નિશાન તાકતાં જયરામ રમેશે કહ્યું કે  2014 પહેલાના પ્રયાસો અને મહેનતને સ્વીકારવામાં ચૂંટણી માટે ફોટો પડાવવાના ઉસ્તાદનું કંઈ નથી જતું જે તેમના શ્રેય લેવાના દાવા માટે જરૂરી હતું. 

'ચૂંટણી માટે ફોટા પડાવવામાં ઉસ્તાદ...' તેજસમાં ઉડાન પૂરી કરનાર PM મોદી પર કોંગ્રેસનો કટાક્ષ 2 - image



Google NewsGoogle News